અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી છાંટા, 21 અને 22 માર્ચે વરસાદ પડશે

રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રવિવારે મોડી રાત્રે અને આજે વહેલી સવારે રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદી છાંટા પડ્યા છે. અમદાવાદમાં આવેલા પશ્ચિમ વિસ્તારમાં પણ વહેલી સવારે છાંટા પડ્યા હતા. 

અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી છાંટા, 21 અને 22 માર્ચે વરસાદ પડશે

અમદાવાદ: રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રવિવારે મોડી રાત્રે અને આજે વહેલી સવારે રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદી છાંટા પડ્યા છે. અમદાવાદમાં આવેલા પશ્ચિમ વિસ્તારમાં પણ વહેલી સવારે છાંટા પડ્યા હતા. તો બીજી તરફ એસ.જી. હાઈવે, પૂર્વ અમદાવાદ, એલિસબ્રિજ સહિત ઘણાં વિસ્તારમાં હળવા છાંટા પડ્યા હતા. આ ઉપરાંત રાજ્યના ગાંધીનગરના માણસા, પાટણ સહિતના શહેરોમાં હળવા છાંટા પડ્યા હતા.

રાજ્યમાં અમુક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદ સહિત ગાંધીનગર માણસામાં સહિતના વિસ્તારોમાં અમી છાંટા જોવા મળ્યા હતા. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડતા ઠંડક પ્રસરી ગઈ છે. કાળઝાળ ગરમીમાં વરસાદી છાંટાના લીધે ઠંડક પ્રસરી જવા પામી હતી. 

21 અને 22 માર્ચે વરસાદ પડશે
દિલ્હીમાં માર્ચ મહિનાનો પહેલો પહેલો વરસાદ પડવાના અણસાર વધી ગયા છે. હવામાન વિભાગે પહેલીવાર માર્ચમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આઇએમડીના અનુસાર 21 અને 22 માર્ચના રોજ દિલ્હીમાં વરસાદ પડી શકે છે. સાંજના સમયે વરસાદ સાથે આંધીના પણ અણસાર છે. માર્ચમાં દિલ્હીમાં 15.9 એમમેમ વરસાદ સામાન્ય ગણવામાં આવે છે. પરંતુ અત્યાર સુધી આ મહિનો કોરો જ રહ્યો છે. 

આ અઠવાડિયે હવામાન બદલાશે અને ગરમી બેકફૂટ પર રહેશે. તાપમાન 31 થી 33 ડિગ્રી વચ્ચે રહેશે. રવિવારે દિલ્હીનું તાપમાન 32 ડિગ્રી રહ્યું જે સામાન્યથી એક ડિગ્રી ઓછું છે. તો બીજી તરફ ન્યૂનતમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો. રાત્રે લોકોને સામાન્ય ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ન્યૂનતમ તાપમાન 14.6 ડિગ્રી રહ્યું જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું રહ્યું. આગામી બે દિવસ આકાશ સ્વચ્છ રહેવાના લીધે તડકો વધુ રહેશે. સોમવારે તાપમાન 34 અને 15 ડિગ્રી રહેશે તેવું અનુમાન છે. હવામાન વિભાગના અનુસાર 21 માર્ચની સાંજે અને 22 માર્ચની સવારે વરસાદની સંભાવના છે. જો કે વધુ વરસાદ પડશે નહી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news