Vadodara News

પોતાના જ વતનમાં હાર્દિકનો થયો વિરોધ, મહિલાઓએ બાળ્યુ પૂતળું

પોતાના જ વતનમાં હાર્દિકનો થયો વિરોધ, મહિલાઓએ બાળ્યુ પૂતળું

 ક્રિકેટર હાર્દિક પંડ્યા મહિલાઓ મામલે વિવાદિત ટિપ્પણી કરીને મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. હાર્દિક પંડ્યાની મહિલા વિરુદ્ધ ટિપ્પણી મામલે તેના વતન વડોદરામાં મહિલાઓએ તેનું પૂતળુ બાળ્યુ હતું. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મહિલા સુરક્ષા સમિતિ દ્વારા  ક્રિકેટર હાર્દિક પંડ્યાનું પૂતળુ બાળવામાં આવ્યું હતું. મહિલાઓ હાર્દિક વિરોધી સૂત્રોચ્ચાર કરીને તેને મહિલાની માફી માંગવાની માંગ કરી હતી. 

Jan 17, 2019, 02:50 PM IST
લુણાવાડા : મહિલા તબીબે ઓપરેશનમાં કરી એવી ગંભીર ભૂલ કે, દર્દીના પેટમાં રહી ગઈ વસ્તુ

લુણાવાડા : મહિલા તબીબે ઓપરેશનમાં કરી એવી ગંભીર ભૂલ કે, દર્દીના પેટમાં રહી ગઈ વસ્તુ

 મહીસાગરના લુણાવાડાની એક મહિલા તબીબની ગંભીર બેદરકારીના કારણે એક મહિલાનું મોત નિપજયું છે. મહિલાનું મોત નિપજતાં તેના બે બાળકો અનાથ બન્યા છે. 

Jan 10, 2019, 08:35 AM IST
ઘરમાં આગ લાગતા દોડી ન શક્યો અપંગ બાળક, અને માતાપિતાએ ગુમાવ્યો દીકરો

ઘરમાં આગ લાગતા દોડી ન શક્યો અપંગ બાળક, અને માતાપિતાએ ગુમાવ્યો દીકરો

 ભરૂચમાં આવેલા ઝધડિયાના એક મકાનમાં આગ લાગી હતી. જેમાં એક દિવ્યાંગ બાળકનું મોત થયું છે.

Dec 29, 2018, 12:33 PM IST
લો બોલો... જપ્ત થયેલો દારૂ પોલીસ સ્ટેશનમાંથી ઉડાવી ગયો બુટલેગર

લો બોલો... જપ્ત થયેલો દારૂ પોલીસ સ્ટેશનમાંથી ઉડાવી ગયો બુટલેગર

દારૂબંધીવાળા ગુજરાતમાં અવારનવાર આપણે બુટલેગરોની બદમાશીઓ અને ગુંડાગીરી જોઈએ છીએ. અનેક કિસ્સાઓ છાશવારે આવતા હોય છે. નવા વર્ષની ઉજવણી પર દારૂ પાર્ટી પણ જોરશોરમાં થતી હોય છે. જેને લઈને દારૂ માફિયાઓ અને બુટલેગરો ખુબ જોશમાં હોય છે. કરજણ પોલીસે આ અંગેની કાર્યવાહીમાં દારૂ બિયરની લગભગ 228 જેટલી બોટલો અને ટીન જપ્ત કર્યાં હતાં. જો કે જે બુટલેગરનો આ સામાન હતો તે જ પોલીસ સ્ટેશનમાંથી ઉડાવી ગયો. 

Dec 25, 2018, 11:01 AM IST
ધોબીકામ કરનારાની દીકરીએ કર્યું એવું કામ કે, પિતાનું માથુ ગર્વથી ઊંચુ થઈ ગયું

ધોબીકામ કરનારાની દીકરીએ કર્યું એવું કામ કે, પિતાનું માથુ ગર્વથી ઊંચુ થઈ ગયું

 સામાન્ય રીતે કોઈ શિક્ષા કરવાના ભાગરૂપે જ ઉઠક-બેઠક કરવામાં આવતી હોય છે. તમે ક્યારેય સાંભળ્યું નહિ હોય તે કોઈ વ્યક્તિ પ્રેમથી ઉઠકબેઠક કરવા બેસી હોય. પરંતુ વડોદરાની એક કિશોરીએ દસ-પંદર વાર નહિ, પણ પૂરા 4000 વાર ઉઠકબેઠક કર્યા છે. ધોબીકામ કરતા પિતાની દીકરીએ 4000 ઉઠકબેઠક કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. 

Dec 24, 2018, 03:57 PM IST
ડભોઈના આ ખેડૂત ઓછા ખર્ચે કરે છે લાખોની કમાણી, મહેનત અને સફળતાની છે મિસાલ

ડભોઈના આ ખેડૂત ઓછા ખર્ચે કરે છે લાખોની કમાણી, મહેનત અને સફળતાની છે મિસાલ

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ભાવપુરા ગામે ખેતી ધરાવતા ખેડૂત મહેશભાઇ ચુનીભાઇ પટેલે પોતાની જમીન ઉપર 50 વિઘામાં થાઇલેન્ડ દેશમાં પાકતા થાઇજામફળનો સફળતા પૂર્વક પાક પકવીને વાર્ષિક લાખો રૂપીયાની કમાણી કરીને ઉત્તમ ઉદાહરણ બીજા ખેડૂતો સમક્ષ રજુ કર્યું છે. 

Dec 19, 2018, 07:27 AM IST
લારી ચલાવનાર 35 હજાર પરિવારોની કમાણી પર લાગી બ્રેક, વડોદરામાં અમલી નથી થઈ સ્ટ્રીટ વેન્ડર પોલિસી

લારી ચલાવનાર 35 હજાર પરિવારોની કમાણી પર લાગી બ્રેક, વડોદરામાં અમલી નથી થઈ સ્ટ્રીટ વેન્ડર પોલિસી

સ્માર્ટ સિટી વડોદરામાં લારી ગલ્લા ધારકો હેરાન પરેશાન થયા છે. કારણ કે કોર્ટના આદેશ બાદ પણ હજી સુધી મનપાએ સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કર્યું નથી. મનપાએ સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલીકરણ માટે શહેરમાં લારી ગલ્લાઓનો સરવે કરાવાયો. જેમાં હાલમાં 12670 લારી, પથારા અને ગલ્લાઓ હોવાનું સામે આવ્યું. જેના થકી 35 હજારથી વધુ પરિવારો રોજગારી મેળવી રહ્યાં છે.

Dec 14, 2018, 08:44 AM IST
પેપરલિક કાંડ : પુરાવો શોધવા આરોપી યશપાલને લઈને પોલીસ દિલ્હી જવા રવાના

પેપરલિક કાંડ : પુરાવો શોધવા આરોપી યશપાલને લઈને પોલીસ દિલ્હી જવા રવાના

 LRD પેપરલીક કૌભાંડમાં દિલ્હી ગયેલી પોલીસ ટીમને હજી એક દિવસ પહેલા જ મોટો પુરાવો હાથ લાગ્યો હતો. પોલીસ તપાસ ટીમને દિલ્હીની હોટલમાંથી સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. આ ફૂટેજમાં આરોપીઓ અવરજવર કરતા હોવાના દ્રશ્યો મળી આવ્યા છે. ત્યારે હવે ગાંધીનગર પોલીસ અન્ય એક આરોપી યશપાલસિંહ સોલંકીને લઈને દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. 

Dec 9, 2018, 02:30 PM IST
વડોદરા પાસે અકસ્માતમાં 3ના મોત, જોનારામાં વ્યાપી ગઈ અરેરાટી

વડોદરા પાસે અકસ્માતમાં 3ના મોત, જોનારામાં વ્યાપી ગઈ અરેરાટી

 વડોદરાના કરજણ પાસે વિચિત્ર અકસ્માત થયો હતો. બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત થયા હતા. અકસ્માતને પગલે રસ્તા પર એવો માહોલ સર્જાયો હતો કે, લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. 

Dec 8, 2018, 09:07 AM IST
મહાપાલિકાની ભરતી મામલે NSUIએ કર્યું વિરોધ પ્રદર્શન

મહાપાલિકાની ભરતી મામલે NSUIએ કર્યું વિરોધ પ્રદર્શન

એનએસયુઆઈએ  પાલિકામાં 142 જુનિયર કલાર્કની ભરતીમાં લાખોનું કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો છે. 

Dec 6, 2018, 01:36 PM IST
વડોદરા : પેપરલીક કેસમાં વધુ 2 શખ્સની અટકાયત, મુખ્ય આરોપી યશપાલ પણ દબોચાયો

વડોદરા : પેપરલીક કેસમાં વધુ 2 શખ્સની અટકાયત, મુખ્ય આરોપી યશપાલ પણ દબોચાયો

પેપરલીક કેસમાં ATSના ખાનગી ઓપરેશનમાં મોટી સફળતા મળી. જે અંતર્ગત વડોદરાથી વધુ 2 શખ્સની અટકાયત કરવામાં આવી છે.

Dec 6, 2018, 10:05 AM IST
વડોદરાના ગુમ પૂર્વ ક્રિકેટર 8 દિવસ બાદ દમણમાંથી મળ્યા, કર્યો ચોંકાવનારો ખુલાસો

વડોદરાના ગુમ પૂર્વ ક્રિકેટર 8 દિવસ બાદ દમણમાંથી મળ્યા, કર્યો ચોંકાવનારો ખુલાસો

પોલીસ શોધખોળમા મળેલ મિત્તલ સરૈયાએ પોલીસને 8 દિવસ ગોટે ચઢાવ્યા હતા. પોલીસને ડર હતો કે, તેમનું અપહરણ થયું છે. પરંતુ આ ડર વચ્ચે કહાની કંઈક બીજી જ હતી. બીજી તરફ સરૈયાનો ફોન પણ સતત બંધ રહેતા પોલીસ માટે તેમને શોધવું મુશ્કેલ બની ગયું હતું.

Dec 5, 2018, 09:43 AM IST
વડોદરા રિલાયન્સના પ્લાન્ટમાં લાગી આગ, 3 કર્મચારીઓ આગમાં બળીને ખાખ

વડોદરા રિલાયન્સના પ્લાન્ટમાં લાગી આગ, 3 કર્મચારીઓ આગમાં બળીને ખાખ

વડોદરા કોયલી ખાતે આવેલા રિલાયન્સ પ્લાન્ટના પીબીઆર 2માં આગ લાગવાને કારણે 3 જેટલા કર્મચારીઓ બળીને ભડથુ થયા છે.

Nov 29, 2018, 09:02 AM IST
રહસ્યમય રીતે ગુમ થયા પૂર્વ ક્રિકેટર, કાકાની ખબર કાઢવા અમેરિકાથી વડોદરા આવ્યા હતા

રહસ્યમય રીતે ગુમ થયા પૂર્વ ક્રિકેટર, કાકાની ખબર કાઢવા અમેરિકાથી વડોદરા આવ્યા હતા

અમેરિકાથી કાકાની ખબર પૂછવા આવેલા મિત્તલ સરૈયા બેન્કથી ધરે આવી રહ્યા હતા, તે દરમિયાન ગુમ થયા છે. આ અંગે તેમના સંબંધીઓએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના બાદ પોલીસે તેમની સધન શોધખોળ શરૂ કરી છે. 

Nov 28, 2018, 02:43 PM IST
ગુજરાતમાં સિંહો પર ફોકસ કરાયું, તો દીપડાનો આતંક વધી ગયો

ગુજરાતમાં સિંહો પર ફોકસ કરાયું, તો દીપડાનો આતંક વધી ગયો

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં દીપડાની વસતી ગણતરી મુજબ તેમની વસ્તીમાં 20.25% ની વૃદ્ધિ થઇ રહી છે.  2011માં ગુજરાતમાં દીપડાની વસ્તી 1,160 હતી અને 2016માં તે વધીને 1,395 થઈ ગઈ છે, અને ત્યાર પછી દીપડાની વસ્તી સતત વધી રહી છે. 

Nov 28, 2018, 10:09 AM IST
ગુજરાતી યુવકના પુલઅપ્સ જોઈને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારી પણ ચોંક્યા

ગુજરાતી યુવકના પુલઅપ્સ જોઈને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારી પણ ચોંક્યા

પંચમહાલમાં આવેલા હાલોલના યુવાન શ્રેયાન દરજીએ વિશ્વ વિક્રમ રચ્યો છે. 1 મિનિટમાં 63 પુલઅપ્સ કરવાનો વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે. આ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શ્રેયાન દરજીનું નામ નોંધવામાં આવશે

Nov 26, 2018, 06:19 PM IST
‘ખાસ’ પ્રકારના કપડાની વેરાયટી માટે ફેમસ છે વડોદરા

‘ખાસ’ પ્રકારના કપડાની વેરાયટી માટે ફેમસ છે વડોદરા

જ્યાં ગુજરાતનું પાટણ પટોળા માટે ફેમસ છે, તેમ વડોદરા પોતાના બરોડા પ્રિન્ટના ફેબરિક માટે ફેમસ છે. સિલ્ક અને કોટન બંને પ્રકારના કપડા પર બરોડા પ્રિન્ટનું છાપકામ કરવામાં આવે છે. આવો જાણીએ વડોદરાની કઈ જગ્યાઓ ફેમસ છે.

Nov 22, 2018, 05:17 PM IST
વડોદરાઃ કારમાં આગ લાગતા બિલ્ડર યુવાન આગમાં ભડથું

વડોદરાઃ કારમાં આગ લાગતા બિલ્ડર યુવાન આગમાં ભડથું

પ્રાપ્ત વિગત અનુસાર શહેરના ખાનપુર ગામ પાસેથી સવારે 11 વાગ્યાન આસપાસ બિલ્ડર મિહિર પંચાલ પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો.

Nov 20, 2018, 05:25 PM IST
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને સયાજી રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને સયાજી રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા

વડોદરાના બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન આજે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને સયાજી રત્ન એવોર્ડથી નવાજવામાં આવનાર છે. ત્યારે બિગબી બપોરે વડોદરા પહોંચ્યા હતા. વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસમાં પહોંચેલા બિગબીનું રાજવી પરિવાર દ્વારા સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે આખો રાજવી પરિવાર તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યો હતો. મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. 

Nov 20, 2018, 03:28 PM IST
અમિતાભ બચ્ચન પહોંચ્યા વડોદરા, મહાનાયકની એક ઝલક જોવા દોડ્યા લોકો

અમિતાભ બચ્ચન પહોંચ્યા વડોદરા, મહાનાયકની એક ઝલક જોવા દોડ્યા લોકો

અમિતાભ બચ્ચન બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા અપાનાર સયાજી રત્ન એવોર્ડ લેવા માટે વડોદરામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બિગબી 32 વર્ષ પહેલા પણ વડોદરાના મહેમાન બની ચૂક્યા છે. વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે 3000 મહેમાનોની હાજરીમાં બિગબીને આ સન્માન આપવામાં આવશે.

Nov 20, 2018, 11:08 AM IST