Vibrant Summit 2019 : સીએમ સાથેની વન-ટુ-વન બેઠકમાં 5 MOU થયા

વાઈબ્રન્ટ ગુજરાત ગોલ્બલ સમિટ-2019ના પ્રારંભ બાદ પ્રથમ દિવસે બીજા સત્રમાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીની વિવિધ રાષ્‍ટ્રોના વડાઓ અને પ્રતિનિધિમંડળો સાથે યોજેલી વન-ટુ-વન બેઠકોમાં ગુજરાતના વિવિધ વિકાસ ક્ષેત્રો માટેના 5 MOU  કરાયા હતા 

Vibrant Summit 2019 : સીએમ સાથેની વન-ટુ-વન બેઠકમાં 5 MOU થયા

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગોલ્બલ સમિટ-2019ના પ્રારંભ બાદ પ્રથમ દિવસે બીજા સત્રમાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીની વિવિધ રાષ્‍ટ્રોના વડાઓ અને પ્રતિનિધિમંડળો સાથે યોજેલી વન-ટુ-વન બેઠકોમાં ગુજરાતના વિવિધ વિકાસ ક્ષેત્રો માટેના 5 MOU  કરાયા હતા. આ MOU અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, યુ.એ.ઇ., ફ્રાન્‍સ, રશિયા અને જાપાનના વિવિધ કંપની સંચાલકો સાથે થયેલા આ એમ.ઓ.યુ.થી રાજ્યની ઔદ્યોગિક વિકાસયાત્રા, રોજગાર સર્જન અને કૃષિ ક્ષેત્રને વેગ મળશે.

કયા દેશની કઈ કંપની સાથે થયા MOU

  • UAEની યુ.એ.ઇ.ની ઇગલ હિલ્‍સ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ અને ગુજરાત સરકાર વચ્‍ચે રૂા.૩૪૦૦ કરોડના ખર્ચે કચ્‍છમાં એગ્રો મેગા ફૂડસિટી, ડીપ-સી ફિશીંગ અને લોજિસ્‍ટીક હબ નિર્માણ માટે MOU
  • રશિયાની નાયરા એનર્જી અને ગુજરાત વચ્‍ચે વાડીનારમાં રૂા.૬૦૦૦ કરોડના ખર્ચે પ્રોલી પોપેલીન રીકવરી યુનિટ માટેના MOU
  • રશિયાની નાયરા એનર્જી સાથે ગુજરાતમાં કલાયમેટ સ્‍માર્ટ એગ્રીકલ્‍ચર દ્વારા ૧૫ ગામોના ખેડૂતોની ર૫૦૦ હેકટર જમીનમાં સોલાર એનર્જી અને ડ્રીપ ઇરીગેશન દ્વારા આત્‍મનિર્ભરતા માટેના MOU 
  • ફ્રાન્‍સના કેમાપ્રાઇડ ટેસ્‍ને ગ્રૂપ અને ગુજરાત વચ્‍ચે નેશનલ કોલ્‍ડ ચેઇન લેબોરેટરીની સ્‍થાપના માટે MOU 
  • સૂઝૂકી મોટર્સ દ્વારા હાંસલપુર ખાતે રૂા. ૧ર૫૦ કરોડના ખર્ચે લિથીયમ આર્યન બેટરી ઉત્‍પાદન માટે MOU 

ગુજરાતમાં 3.86 લાખ કરોડના રોકાણની જાહેરાત, જાણો કઇ કંપની કેટલું કરશે રોકાણ

આ બેઠક બાદ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, આવા વિકસીત રાષ્‍ટ્રોના વડાઓની સહભાગીતાથી રાજ્ય નવા સિમાચિન્‍હો પાર કરશે.

મુખ્‍યમંત્રી સાથેની આ વન-ટુ-વન બેઠકોની મેરેથોન શૃંખલામાં મુખ્‍ય સચિવ ર્ડા. જે. એન. સિંઘ, મુખ્‍યમંત્રીના અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ તેમજ વિવિધ વિભાગોના વરિષ્‍ઠ સચિવો પણ જોડાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news