લાંચ કેસમાં એસીબીની મોટી કાર્યવાહી, ડીવાયએસપી વસંત નાઈની ધરપકડ

લાંચ કેસમાં ડીવાયએસપીની ધરપકડ કરવામાં આવતા સન્નાટો પ્રસરી ગયો છે.  વિરમગામના તત્કાલિન ડીવાયએસપી વસંત નાઈની ધરપકડ કરવામાં આવી છે. તેમણે બુટલેગર પાસેથી લાંચ માગી હતી એવી જાણકારી મળી છે. 6 મહિના પહેલા એક કેસની ફરિયાદ દાખલ કરાઈ હતી તેની તપાસનો રેલો વસંત નાઈ સુધી પહોંચતા તેમની ધરપકડ કરાઈ છે. 

 લાંચ કેસમાં એસીબીની મોટી કાર્યવાહી, ડીવાયએસપી વસંત નાઈની ધરપકડ

ઉદય રંજન, અમદાવાદ:લાંચ કેસમાં ડીવાયએસપીની ધરપકડ કરવામાં આવતા સન્નાટો પ્રસરી ગયો છે.  વિરમગામના તત્કાલિન ડીવાયએસપી વસંત નાઈની ધરપકડ કરવામાં આવી છે. તેમણે બુટલેગર પાસેથી લાંચ માગી હતી એવી જાણકારી મળી છે. 6 મહિના પહેલા એક કેસની ફરિયાદ દાખલ કરાઈ હતી તેની તપાસનો રેલો વસંત નાઈ સુધી પહોંચતા તેમની ધરપકડ કરાઈ છે. 

મળતી માહિતી મુજબ વિરમગામના તત્કાલિન ડીવાયએસપી વસંત નાઈની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. કોન્સ્ટેબલો બુટલેગર પાસેથી લાંચ લેતા ઝડપાયા હતા. આ કેસનો તપાસનો રેલો ડીવા એસપી સુધી પહોંચતા એસીબીએ ધરપકડ કરી લીધી છે. અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ કાયદાની લોલમપોલના કારણે દારૂના ધંધાએ માજા મૂકી છે. કાયદો કડક કરવામાં આવ્યો છે પરંતુ તેનું કડકાઈથી પાલન થઈ રહ્યું નથી. જનતા પણ હવે કંટાળી ગઈ છે.

તાજેતરમાં જ ધ્રાંગધ્રા તાલુકાનાં નવલગઢ ગામની સીમમાં જનતા રેડની ઘટના સામે આવી હતી. સીમમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ થઇ હતી. જેમાં ઠાકોર સેના અને ગ્રામજનોએ ભેગા મળીને જનતા રેડ કરી હતી. જેમાં હજારો લીટર દેશી દારૂ, આથો સહિતનો મુદામાલ પણ ઝડપી પડાયો હતો. ઉપરાંત દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગરને ગ્રામજનોએ માર માર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news