આરૂષિ હત્યાકાંડઃ તલવાર દંપતિને મુક્ત કરવાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI

અલ્હાબાદ હાઇકોર્ટે ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટના નિર્ણયને ફેરવતા રાજેશ તલવાર અને નુપુર તલવારને મુક્ત કર્યા હતા. 

Dhaval Gokani Dhaval Gokani | Updated: Mar 8, 2018, 09:14 PM IST
 આરૂષિ હત્યાકાંડઃ તલવાર દંપતિને મુક્ત કરવાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI

નવી દિલ્હીઃ નોઇડાના બહુચર્ચિત આરૂષિ-હેમરાજ હત્યાકાંડમાં સીબીઆઈએ અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં તલવાર દંપતિને છોડી મુકવાના ચૂકાદાને પડકાર્યો છે. અલ્હાબાદ હાઇકોર્ટે ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટના નિર્ણયને ફેરવતા રાજેશ તલવાર અને નુપુર તલવારને છોડી મુક્યા હતા. 

આ મામલે ન્યાયમૂર્તિ બીકે નારાયણ અને ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર મિશ્રની ખંડપીઠે 12 ઓક્ટોબર 2017ના પોતાનો નિર્ણય સંભળાવતા બંન્નેને દોષિ ન માન્યા. ખંડપીઠે પોતાના નિર્ણયમાં કહ્યું કે, સીબીઆઈની તપાસમાં ખામી છે. આ મામલે તલવાર દંપતિને શંકાનો લાભ આપવામાં આવ્યો હતો. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે માતા-પિતા રાજેશ અને નુપુર તલવારે આરૂષિની હત્યા નથી કરી. આ મામલામાં આરોપી દંપતિ ડો. રાજેશ તલવાર અને નુપુર તલવારને સીબીઆઈ કોર્ટેની આજીવન કેદની સજાની વિરુદ્ધ અલ્હાબાદ હાઇકોર્ટમાં અપીલ કરી હતી.