વડાપ્રધાન મોદી 2019ની ચૂંટણીમાં ચા બાદ હવે લંચ પર ચર્ચા કરશે

2019ની જંગ જીતવા માટે ભાજપમાં રણનીતિ બનાવવા ઉપરાંત ભાજપના હાઇકમાન્ડ દ્વારા કમર કસવામાં આવી

Krutarth Joshi Krutarth Joshi | Updated: Feb 9, 2018, 09:21 PM IST
વડાપ્રધાન મોદી 2019ની ચૂંટણીમાં ચા બાદ હવે લંચ પર ચર્ચા કરશે

નવી દિલ્હી : 2019ની જંગ જીતવા માટે ભાજપમાંર ણનીતિ બનાવવાનો દોર ચાલુ થઇ ચુક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પોતાની પાર્ટીનાં સાંસદોની સાથે બેઠક યોજી હતી. તેમણે સંઘીય બજેટ 2018-19નાં ફાયદા જનતાને જણાવવા માટે કહ્યું. તેનાં માટે વડાપ્રધાન મોદીએ લંચ પે ચર્ચા કરીને કહ્યું. ઉલ્લેખનીય છે કે, ગત્ત લોકસભા ચૂંટણી દરમિયાન ચાય પે ચર્ચા અભિયાન છવાયેલું રહ્યું હતું.

બેઠકમાં રહેલા સુત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાન સામાન્ય બજેટને મધ્યમ વર્ગ અને ખેડૂત માટે સકારાત્મક ગણાવ્યા અને તેનાં ફાયદાની માહિતી જનતાને જણાવવા માટે કહ્યા. વડાપ્રધાન મોદીએ કહ્કયું કે, તેમણે પોતાનાં સંસદીય ક્ષેત્ર વારાણસીમાં કઇ રીતે પોતાનું ટીફિન લઇને બપોરનું ભોજન કરવા ઉપરાંત પાર્ટી કાર્યકર્તાઓ સાથે ચર્ચા મંત્રણા કરી હતી. આ જ પ્રકારે તમામ સાંસદો પોતાનાં વિસ્તારમાં લંચ પર ચર્ચા આયોજીત કરી હતી.

જનતાને સરકારની ઉપલબ્ધીઓ અંગે જણાવે. સુત્રો અનુસાર પાર્ટી સાંસદે રાજસ્થાન પેટા ચૂંટણીમાં પાર્ટીની હાર માટે ખેડૂતોનાં મુદ્દાને જવાબદાર ગણાવ્યા. શાહે તેમને કહ્યું કે, હવે રાજસ્થાનની હાર નહી 2019માં જીત માટે વિચારે. તેમણે સાંસદો પાસેથી જનતા વચ્ચે ખેડૂતો અને મધ્યમવર્ગ માટે સામાન્ય બજેટનાં ફાયદા ગણાવવા માટે કહ્યું.

બીજી તરફ અમિત શાહે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનાં વ્યવહારને બિનલોકશાહી ગણાવતા સાંસદોને રાફેલ લડાકુ વિમાન સોદા પર તેમની આલોચનાનો સામનો કરવા માટેની સલાહ આપી. બેઠકમાં દાવોસમાં વૈશ્વિક આર્થિક મંચમાં વડાપ્રધાનનાં ભાષણ અને અલગ અલગ મંચો પર શાહનાં ભાષણોવાળા બે લઘુ પુસ્તકો સાંસદોમાં વિતરિત કરવામાં આવી. અનબીટબલ ગ્લોબલ લિજેન્ડ નામનાં પુસ્તકમાં દાવોસમાં મોદીનાં ભાષણ પર 25 વૈશ્વિક અખબારોમાં પ્રકાશિત લેખોનું સંકલન કરવામાં આવ્યું છે. આ પુસ્તક પાર્ટી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ તૈયાર કર્યા છે.