નાણામંત્રીએ ટ્વીટ કરીને કહ્યું ક્યાં ગયા ATMનાં પૈસા

દેશનાં ઘણા રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી રોકડની સમસ્યા અંગે મંગળવારે કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીનું નિવેદન આવ્યું

નાણામંત્રીએ ટ્વીટ કરીને કહ્યું ક્યાં ગયા ATMનાં પૈસા

નવી દિલ્હી : દેશનાં ઘણા રાજ્યોમાં ગત્ત થોડા દિવસોથી ચાલી રહેલ કેશની સમસ્યા પર મંગળવારે કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીનું નિવેદન આવ્યું છે. નાણામંત્રીએ પોતાનાં ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે, દેશમાં રોકડની સ્થિતી સમીક્ષા કરવામાં આવી છે. દેશમાં પુરતા પ્રમાણમાં રોકડ હાજર છે,બેંકોમાં પણ રોકડ ઉપલબ્ધ છે. કેટલાક ક્ષેત્રોમાં અચાનક અને અસામાન્ય વૃદ્ધીનાં કારણે કેટલાક સમય માટે રોકડની સમસ્યા પેદા થઇ છે.  આ સ્થિતીને જલ્દી ઉકેલવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 
ટુંકમાં જ સમસ્યાનો ઉકેલ આવશે. 

— Arun Jaitley (@arunjaitley) April 17, 2018

અગાઉ દેશનાં કેટલાક રાજ્યોમાં ચાલી રહેલી કેશની સમસ્યા અંગે કેન્દ્રીય મંત્રી શિવ પ્રપતા શુક્લાએ આશ્વાસન આફ્યું કે ટુંકમાં જ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. શુક્લાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને આરબીઆઇએ એક કમિટીની રચનાં કરી છે, જે ટુંકમાં જ ઉકેલ લાવશે. તેમણે આશંકા વ્યક્ત કરી કે અચાનકથી કેટલાક રાજ્યોમાં રોકડની સમસ્યા થવી મોટા કાવત્રા તરફ ઇશારો કરે છે. આગામી 2થી3 દિવસમાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. 

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર થશે રોકડ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હાલ આરબીઆઇ પાસે 1,25,000 કરોડ રૂપિયાની રોકડ હાજર છે, જો કે આ સમસ્યા કેટલાક અસમાનતાનાં કારણે થઇ છે. તેમણે કહ્યું કે, કેટલાક રાજ્યો પાસે વધારે રોકડ જમા છે તો કેટલાક પાસે ઓછી રોકણ છે, માટે કેન્દ્ર સરકારે રાજ્ય અનુસાર સમિતીઓની રચના કરી છે. તેમણે જણાવ્યું કે, આ કમિટી એક રાજ્યથી બીજા રાજ્યમાં રોકડ ટ્રાન્સફર કરશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news