પોલીસને ભય છે આસારામના 70 લાખ સમર્થકોના આક્રોશનો, છાવણીમાં ફેરવાયું જોધપુર

પોતાના જ ગુરૂકુળની સગીર વિદ્યાર્થીની સાથે જાતીય સતામણીના આરોપમાં જોધપુર જેલમાં બંધ આસારામ કેસમાં એસસી/એસટી કોર્ટ જેલ સ્થિત અસ્થાઇ કોર્ટમાં 25 એપ્રિલના રોજ સુનાવણી થશે. 

પોલીસને ભય છે આસારામના 70 લાખ સમર્થકોના આક્રોશનો, છાવણીમાં ફેરવાયું જોધપુર

જોધપુર: પોતાના જ ગુરૂકુળની સગીર વિદ્યાર્થીની સાથે જાતીય સતામણીના આરોપમાં જોધપુર જેલમાં બંધ આસારામ કેસમાં એસસી/એસટી કોર્ટ જેલ સ્થિત અસ્થાઇ કોર્ટમાં 25 એપ્રિલના રોજ સુનાવણી થશે. ચૂકાદા પહેલાં આસારામના સમર્થકો અને સાધકો હજારોની સંખ્યા એકઠા થવાથી પોલીસ કમિશ્નરેટમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. આ 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધી પ્રભાવિત થશે. આ દરમિયાન કોઇપણ પ્રકારની અનહોની ન થાય તે માટે પોલીસ અત્યારથી સર્તક થઇ ગઇ છે. હવે કલમ 144 લાગૂ થવાથી પાંચથી વધુ લોકોની ભીડ એકઠી થઇ શકશે નહી. શહેરમાં બધી હોટલો, ધર્મશાળા, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિત ભીડભાડવાળા વિસ્તારમાં સાદા ડ્રેસમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.  

દેશભરમાં આસારામના 427થી વધુ આશ્રમ
દેશભરમાં આસારામના 427થી વધુ આશ્રમ છે. આસારામ પાસે 70 લાખથી વધુ સાધકો અને સમર્થકો છે. એવામાં પોલીસને શંકા છે કે ચૂકાદાના દિવસે જોધપુરમાં પણ હજારોની સંખ્યામાં આસારામ સમર્થકો એકઠા થઇ શકે છે. આ મામલે જે પ્રકારે વિવાદ થયો હતો, તેને ધ્યાનમાં રાખતાં પોલીસ કમિશ્નરે હાઇકોર્ટમાં કેસનો ચૂકાદો જેલ સ્થિત અસ્થાઇ કોર્ટમાં સંભળાવવાની અપીલ કરી હતી, જેની હાઇકોર્ટે પરવાનગી આપી દીધી છે. તેનાથી પોલીસને થોડાંક અંશે રાહત મળી, પરંતુ હજુપણ પોલીસ સમક્ષ આ પડકાર છે કે શહેરમાં હજારોની સંખ્યામાં સાધકો અને સમર્થકો જોડાઇ શકે છે.

શહેરમાં કલમ 144 લાગૂ
પોલીસે શહેરમાં 21 થી 30 એપ્રિલ સુધી કલમ 144 લાગૂ કરી દીધી છે. હવે ત્યારબાદ શહેરના મુખ્ય સ્થળો, આસારામ આશ્રમ પાલ રોડ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડની સાથે જ ધર્મશાળા, હોટલોમાં જવર-જવર કરતા લોકો પર આકરી નજર રાખવામાં આવી રહી છે. જેથી ચૂકાદાના દિવસે અથવા તે પહેલાં એકઠી થનારી ભીડને કાબૂમાં કરી શકાય. ગુપ્તચર એજન્સીઓ પણ આ મામલે સર્તક છે. પોલીસને એ પણ આશંકા છે કે પંચકુલા જેવી ઘટના ન થાય, તેના માટે આકરી વ્યવસ્થા કરવામાં આવી છે.  

આસારામ પર જાતીય સતામણીનો આરોપ
આસારામના ગુરૂકુળમાં અભ્યાસ કરતી એક કિશોર વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો છે કે પંદર ઓગસ્ટ 2013ના રોજ આસારામે જોધપુર નજીક મણાઇ ગાવમાં સ્થિત એક ફાર્મ હાઉસમાં તેની જાતીય સતામણી કરી. 20 ઓગસ્ટના રોજ દિલ્હીના કમલા નગર પોલીસ મથકમાં આસારામ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. જોધપુર કેસના કારણે દિલ્હી પોલીસે જીરો નંબરની પ્રાથમિકી દાખલ કરી તેને જોધપુર મોકલી. 

2013થી જોધપુર જેલમાં બંધ છે આસારામ
જોધપુર પોલીસે આસારામ વિરૂદ્દ કિશોરનું જાતિય શોષણ કરવાનો કેસ દાખલ કર્યો. જોધપુર પોલીસ 31 ઓગસ્ટ 2013ના રોજ ઇન્દોરથી આસારામની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદથી આસારામ સતત જોધપુર જેલમાં જ બંધ છે. આ દરમિયાન તેમની દ્વાર હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ સહિત જિલ્લા ન્યાયાલયમાં 11 વખત જામીન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. તેમની તરફથી રામ જેઠમલાણી, સુબ્રમણ્યમ સ્વામી, સુલમાન ખુર્શીદ સહિત દેશના ઘણા જાણીતા વકીલ પૈરવી કરી ચૂક્યા છે, પરંતુ કોર્ટમાંથી આસારામને જામીન મળ્યા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news