પૂર્વ પીએમ વાજપેયીની હાલત ગંભીર, વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાઃ AIIMS

એમ્સે એક બુલેટિન જારી કરીને કહ્યું છે, છેલ્લી 24 કલાલથી વાજપેયીનું સ્વાસ્થ્ય વધારે બગડ્યું છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 

પૂર્વ પીએમ વાજપેયીની હાલત ગંભીર, વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાઃ AIIMS

નવી દિલ્હીઃ અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થા (એમ્સ)મા દાખલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત બુધવારે વધુ બગડી. એમ્સે તેમના સ્વાસ્થ્ય પર એક બુલેટિન જારી કરતા કહ્યું કે છેલ્લી 24 કલાકમાં તેમની તબિયત વધુ બગડી છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેમની તબિયતના સમાચાર મળતા જ વડાપ્રધાન મોદી સહિત ઘણા નેતાઓ તેમને મળવા એમ્સ પહોંચ્યા અને તેમના સ્વાસ્થ્ય વિશે ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી. 

વાજયેરીને ગુર્દા (કિડની) નળીમાં સંક્રમણ, છાતીમાં તણાવ, મૂત્રનળીમાં સંક્રમણ વગેરેને કારણે 11 જૂને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા ડાયાબિટિશના શિકાર 93 વર્ષીય વાજપેયીની એક જ કિડની કામ કરે છે. 

— ANI (@ANI) August 15, 2018

વડાપ્રધાન મોદી સાંજે આશરે 7.15 કલાકે હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં આશરે 50  મિનિટ રહ્યાં. મોદી બાદ રેલવે પ્રધાન પીયૂષ ગોયલ અને ભાજપ સાંસદ મીનાક્ષી લેખી પણ એમ્સ પહોંચ્યા. આ પહેલા સ્મૃતિ ઇરાનીએ પણ એમ્સ જઈને વાજપેયીના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news