લાંબુ જીવન જીવવા માટે રોજ કરો એક ખાસ કામ

આ કામ કરવાથી હૃદયરોગ અને શોક લાગવાની સમસ્યા પણ ઘટે છે

લાંબુ જીવન જીવવા માટે રોજ કરો એક ખાસ કામ

લંડન : સતત ગોલ્ફ રમાનારાઓનું જીવન લાંબું હોય છે અને તેમને હૃદયરોગ કે આઘાત લાગવાનો ખતરો પણ ઓછો હોય છે. બ્રિટીશ જર્નલ ઓફ સ્પોર્ટસ મેડિસિનમાં પ્રકાશિત વિશ્લેષણમાં 342 જેટલા રિસર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં સાર્વજનિક સ્વાસ્થ્ય તેમજ સ્વાસ્થ્ય નીતિ ક્ષેત્રના 25 વિશેષજ્ઞો અને ઇન્ડસ્ટ્રી લિડર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે સતત ગોલ્ફ રમવાનો સીધો સંબંધ લાંબા જીવન સાથે છે. 

રિસર્ચ પ્રમાણે આ રમત રમવાથી વડીલોમાં તાકાત અને સંતુલન વધારે સારું બને છે. આમ, આ રમતનો સંબંધ માનસિક સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્યના સર્વાંગી વિકાસ સાથે છે.  મોટાભાગના લોકો રાત્રે સુતી વખતે વિચારી છે કે સવારે વહેલા ઉઠીને એક્સરસાઇઝ કરી લેશે પણ સવારે ઉઠતી વખતે આળસ આવી જાય છે. ડોક્ટર્સ અને જિમ ટ્રેનર્સનું માનવું છે કે લાઇફ સ્ટાઇલ અને ખાણીપીણીમાં થોડું ધ્યાન આપવામાં આવે તો લાંબુ અને હેલ્ધી જીવન જીવી શકાય છે. 

લાંબુ જીવન જીવવા માટે અંત સમય સુધી પ્રવૃત રહેવું જરૂરી છે. લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરવાથી શરીરમાં રક્તસંચાર બહુ સારી રીતે થાય છે. જે લોકો એક્સરસાઇઝ ન કરી શકે એમ હોય તેના માટે સીડી ચડવાની અને ઉતરવાની એક્સરસાઇઝ બેસ્ટ છે. આ સિવાય હંમેશા એવું ભોજન લેવું જોઈએ જેનાથી વજન ન વધે. શક્ય હોય ત્યાં સુધી ભોજનમાં લીલા શાકભાજી અને ફળોનો તેમજ દૂધ અને ઇંડાનો સમાવેશ કરો. આનાથી શરીરને પુરતું પ્રોટીન મળશે અને વજન નિયંત્રણમાં રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news