ત્રિપુરા: પૂર્વોત્તરમાં ભાજપની સરકાર, બિપ્લવ દેવ આજે લેશે મુખ્યમંત્રી પદના શપથ

અસમ રાઈફલ્સ મેદાનમાં બિપ્લવ દેવ આજે ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

Viral Raval Viral Raval | Updated: Mar 9, 2018, 06:34 AM IST
ત્રિપુરા: પૂર્વોત્તરમાં ભાજપની સરકાર, બિપ્લવ દેવ આજે લેશે મુખ્યમંત્રી પદના શપથ
ફાઈલ તસવીર

અગરતલા: અસમ રાઈફલ્સ મેદાનમાં બિપ્લવ દેવ આજે ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ સાથે જ પૂર્વોત્તર રાજ્યમાં ભાજપની પહેલીવાર સરકાર બનશે. 48 વર્ષના દેવે છ માર્ચના રોજ રાજ્યપાલ તથાગત રાયને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. ત્યારબાદ રાજ્યપાલે સરકાર બનાવવા માટે તેમને આમંત્રણ આપ્યું. ભાજપ-ઈન્ડીજીનિયસ પીપલ્સ પાર્ટી ઓફ ત્રિપુરા (આઈપીએફટી) ગઠબંધને ગત અઠવાડયે આવેલા ચૂંટણી પરિણામમાં જીત હાંસલ કરી અને 25 વર્ષથી ચાલતા સીપીએમના ડાબેરી શાસનનો અંત આણ્યો.

 

ભાજપે 35 બેઠકો જીતી જ્યારે આઈપીએફટીના આઠ સભ્યો વિધાનસભા માટે ચૂંટાઈ આવ્યાં. રાજ્યમાં 60 સભ્યોની વિધાનસભા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ છ માર્ચના રોજ જાહેરાત કરી હતી કે જિશનૂ દેબ વર્મા રાજ્યના નાયબ મુખ્યમંત્રી રહેશે. દેબબર્માની બેઠક પર ચૂંટણી સ્થગિત થઈ ગઈ હતી. તેઓ ચારિલમ (અનૂસૂચિત જનજાતિ) બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં હતાં અને આ બેટક પર સીપીએમ ઉમેદવારના મોતના કારણે ચૂંટણી થઈ નહીં. આ બેઠક પર હવે 12 માર્ચના રોજ ચૂંટણી થશે. ભાજપના પ્રવક્તા મૃણાલ કાંતિ દેવે જણાવ્યું કે શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પૂર્વોત્તર ક્ષેત્રમાં ભાજપ શાસિત ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહેશે.

તેમણે કહ્યું કે ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને ભાજપના સંસદીય બોર્ડના સભ્યોને શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. લાંબા સમયથી આરએસએસના સ્વયંસેવક દેબ રાજ્યમાં ભાજપની જીતના સૂત્રધાર બન્યાં. આઈપીએફટીના અધ્યક્ષ એનસી દેબવર્માએ જણાવ્યું કે પાર્ટીને નવા મંત્રીમંડળમાં બે બેઠક મળશે. આ અંગેનો ફેસલો ભાજપના નેતા અને પૂર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધન (એનઈડીએ)ના પ્રમુખ હેમંત બિસ્વા શર્મા સાથેની બેઠકમાં લેવાયો.

 

 

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close