ટિકિટ વહેંચણીના મામલે BJPમાં ઘમાસાણ, મીડિયા સામે પોક મોકીને રોયા નેતા

કર્ણાટક ચૂંટણીમાં બીજેપી અને કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે

Punita Vaidya Punita Vaidya | Updated: Apr 17, 2018, 07:28 AM IST
ટિકિટ વહેંચણીના મામલે BJPમાં ઘમાસાણ, મીડિયા સામે પોક મોકીને રોયા નેતા

બેંગ્લુરુ : કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ પોતપોતાના ઉમેદવારોની જાહેરાત કરવાનું શરુ કરી દીધું છે. જોકે ટિકિટની ફાળવણીના મામલે બંને પક્ષોમાં ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે. પહેલાં કોંગ્રેસમાં આ મુદ્દે બબાલ થઈ હતી અને બીજેપીમાં ટિકિટ વહેંચણનીના મુદ્દે કજીયો ઉભો થયો છે. સોમવારે સવારે કોંગ્રેસીઓએ ટિકિટ વહેંચણીના મુદ્દે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર ગંભીર આરોપ મૂક્યા અને અનેક જગ્યાએ ધરણા તેમજ પ્રદર્શન યોજ્યા. અનેક જગ્યાએ તો પાર્ટી કાર્યલય પર તોડફોડ પણ કરવામાં આવી. સાંજ સુધીમાં આવો જ માહોલ બીજેપીમાં પણ જોવા મળ્યો. બીજેપી કાર્યકરોએ પણ ટિકિટ વહેંચણીમાં ગોલમાલ આચરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. એક બીજેપી નેતાએ તો ટિકિટ ન મળવાને કારણે મીડિયા સામે જોરથી પોક મૂકી હતી.

કુલબર્ગામાં બીજેપી નેતા શશિલ નમોશીને ટિકિટ ન મળતા તેમના સમર્થકોએ ભારે ધમાલ મચાવી હતી. નેતાએ કહ્યું કે લાંબા સમય સુધી તેમણે પક્ષની સેવા કરી છે અને તેમને ટિકિટ દેવાનું આશ્વાસન આપવા છતાં તેમને ટિકિટ મળી નથી. શશિલ નમોશીએ આરોપ મૂકતા જણાવ્યું છે કે તેમને ટિકિટ ન મળવાનું કારણ ખબર નથી પણ તેઓ આ વાતથી બહુ અપસેટ છે. મીડિયા સાથે વાત કરતી વખતે તેઓ એટલા બધા ભાવુક થઈ ગયા કે પોક મૂકીને રોવા લાગ્યા. આ પહેલાં તેમના સમર્થકોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રવિવારે બીજેપીએ 82 ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કર્યું હતું. એ પહેલાં પક્ષ દ્વારા 72 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. બીજા લિસ્ટમાં કુલબર્ગા ઉત્તરથી ચંદ્રકાંત બી પાટીલને ટિકિટ દેવામાં આવી છે. રાજ્યમાં બીજેપી અધ્યક્ષ યેદિયુરપ્પા શિકારીપુરાથી ચૂંટણી લડશે.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close