લોકો તરસ્યા હોય તો સરકાર ઘરે ઘરે જઇને પાણી પીવડાવે: BJP સાંસદ

મધ્યપ્રદેશ સરકારનાં સાગર જિલ્લાનાં ભાજપ સાંસદ લક્ષ્મી નારાયણ યાદવે લોકોની ભાવના સમજવાનાં બદલે તેમની મજાક ઉડાવી

લોકો તરસ્યા હોય તો સરકાર ઘરે ઘરે જઇને પાણી પીવડાવે: BJP સાંસદ

નવી દિલ્હી : મધ્યપ્રદેશનાં ઘણા વિસ્તોરામાં હાલ જળ સંકટ પેદા થયું છે. જો કે જનપ્રતિનિધિઓને તેની કોઇ જ પરવાહ નથી. તેનાં પર તેમની સંવેદનહિનતા વાળા નિવેદનો સામે આવી રહ્યા છે. મધ્યપ્રદેશનાં સાગર જિલ્લાનાં ભાજપ સાંસદ લક્ષ્મી નારાયણ યાદવને જ્યારે જળ સંકટ અંગે પુછવામાં આવ્યો હતો. જેનાં જવાબમાં તેમણે કહ્યું કે, જેઓ વર્ષોથીપાણીની રાહ જોઇ રહ્યા છે તેઓ શું થોડા વધારે મહિનાઓ પાણીની રાહ જોઇ શકે તેમ નથી. એમાં લોકો પર કઇ મોટી મુસીબત આવી પડે છે. 

સાંસદે કહ્યું કે, લોકોની સમસ્યા દુર થાય તે માટેનાં દરેક સંભવ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકાર માટે શક્ય નથી કે તેઓ ઘરે - ઘરે જાય અને ગ્લાસમાં પાણી ભરીને જનતાની તરસ છીપાવે. સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સંસદે કહ્યું કે, મારે રાજનીતિમાં 40 વર્ષ થયા છે. મને ખબર છે કે રાજ્યનાં કેટલાક હિસ્સાઓમાંપાણીની સમસ્યા છે. આ સમસ્યાનાં ઉખેલ માટે વિવિધ સ્થળો પર નવા પંપ અને મશીન લગાવવામાં આવી રહ્યા છે. 

સરકાર શક્ય તેટલા મહત્તમ પ્રયાસો કરી રહ્યું છે. જો કે શક્ય નથી કે, દરેક ઘરે ઘરે જઇને હાથણાં પાણીનો ગ્લાસ પકડીને લોકોને પીવડાવે. અહીંની પ્રજા વર્ષોથી જળ સંકટનો સામનો કરી રહી છે અને થોડા વધારે મહિના સહન કરશે તો તેમનાં પર કોઇ મોટ પહાડ નહી તુટી પડે. યાદવે કહ્યું કે, મારા સંસદીય ક્ષેત્રમાં 825 એવી પંચાયતો છે જેની સમસ્યાનો ઉકેલ કોઇ લાવી શકે તેમ નથી. તેમણે નલ - જલ યોજના પર પણ કામ ચાલી રહ્યું હોવાનું જણાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news