ભાગેડુ નીરવ મોદીના ભાઇની વિરુદ્ધ CBIએ ઇન્ટરપોલ પાસે રેડકોર્નર નોટિસની માંગ

15 ફેબ્રુઆરી, 2018ના રોજ ઇન્ટરપોલની તરફથી ડિફ્યૂઝન નોટિસ ઇશ્યુ કરવામાં આવ્યા બાદ સીબીઆઇએ સક્રિયતા દેખાડી હતી

ભાગેડુ નીરવ મોદીના ભાઇની વિરુદ્ધ CBIએ ઇન્ટરપોલ પાસે રેડકોર્નર નોટિસની માંગ

નવી દિલ્હી : પીએનબી સાથે 2 અબજ ડોલરનો ગોટાળો કરીને ફારર થઇ ગયેલા હીરા વેપારી નીરવ મોદીના ભાઇની વિરુદ્ધ સીબીઆઇએ ઇન્ટરપોલથી રેડકોર્નર નોટિસ ઇશ્યુ કરવાની માંગ કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ નીરવ મોદીના ભાઇ અને બેલ્જિયમના નાગરિક નિશાલની વિરુદ્ધ આ નોટિસ માટે ઇન્ટરપોલનો સંપર્ક કર્યો છે. આ તરફ બ્રિટનની તરફથી નીરવ મોદી અને અન્ય ભાગેડુની મૂવમેંટ અંગે બ્રિટને માહિતી આપી છે. એટલું જ નહી સુત્રો અનુસાર એજન્સીએ નીરવ મોદીની કંપનીના એક એક્ઝિક્યુટીવ સુભાષ પરબની વિરુદ્ધ નોટિસની માંગ કરી છે. ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ પોતાનાં સભ્ય દેશોનું આ કહેવું છે કે તેઓ આરોપીની અટકાયત કરે અથવા ધરપકડ કરે, જે કોઇ એક દેશમાં પણ વોન્ટેડ હોય. 

અગાઉ 15 ફેબ્રુઆરીના રોજ એજન્સીએ ઇન્ટરપોલ દ્વારા નીરવ મોદી, મેહુલ ચોક્સી અને નિશાલની વિરુદ્ધ ડિફ્યૂઝન નોટિસ ઇશ્યું કરી હતી. આ નોટિસ મેકેનિજમ હેઠળ ઇન્ટરપોલનાં સભ્ય દેશોની વચ્ચે ભાગેડુનું લોકેશન અંગે માહિતી આપવામાં આવે છે. સુત્રો અનુસાર આ ડિફ્યૂઝન નોટિસ બાદ પણ બ્રિટનની તરફથી નીરવ મોદી અને અન્ય ભાગેડું મૂવમેન્ટ અંગે માહિતી આપી હતી. જો કે તેના માટે તેના લોકેશન અંગે સટીક માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. 

એક સીનિયર અધિકારીએ કહ્યું કે, 15 ફેબ્રુઆરી, 2018ના રોજ ઇન્ટરપોલની તરફથી ડિફ્યૂઝન નોટિસ ઇશ્યુ કરવામાં આવ્યા બાદ સીબીઆઇએ સક્રિયતા દેખાડતા તમામ સભ્ય દેશોની નેશનલ સેન્ટ્રલ બ્યૂરોઝનો સંપર્ક કર્યો હતો અને ભાગેડુની માહિતી અને તેની લોકેશનની માહિતી શેર કરવા માટેની માંગ કરી હતી. નેશનલ સેન્ટ્રલ બ્યૂરો કોઇ દેશની એવી એજન્સી હોય છે, જે ઇન્ટરપોલ સાથે તાલમેલ રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news