પશ્ચિમ બંગાળ ભાજપમાં ભંગાણના એંધાણ બાદ બોઝે આપી સ્પષ્ટતા

ભાજપ અધ્યક્ષ અમિત શાહે આવતા અઠવાડીયે રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. તે અગાઉ જ ભાજપના પશ્ચિમ બંગાળના જુથમાં તિરાડ સામે આવી રહી છે. પાર્ટીના ઉપાધ્યક્ષચંદ્ર કુમાર બોસનાં નેતૃત્વને આગ્રહ કરવામાં આવ્યો છે કે રાજ્ય માટે નેતાની ચૂંટણી કરે ન કે પસંદગી કરે. નેતાજી સુભાષચંદ્ર બોઝના સંબંધીએ મંગળવારે કરાયેલા એક ટ્વીટમાં કહ્યું કે, રાજ્ય ભજાપમાં સંકટનું સમાધાન પાર્ટી અધ્યક્ષની પસંદગી કરવામાં આવી શકે છે, ન કે કોઇની પસંદગી કરીને. 
પશ્ચિમ બંગાળ ભાજપમાં ભંગાણના એંધાણ બાદ બોઝે આપી સ્પષ્ટતા

કોલકાતા : ભાજપ અધ્યક્ષ અમિત શાહે આવતા અઠવાડીયે રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. તે અગાઉ જ ભાજપના પશ્ચિમ બંગાળના જુથમાં તિરાડ સામે આવી રહી છે. પાર્ટીના ઉપાધ્યક્ષચંદ્ર કુમાર બોસનાં નેતૃત્વને આગ્રહ કરવામાં આવ્યો છે કે રાજ્ય માટે નેતાની ચૂંટણી કરે ન કે પસંદગી કરે. નેતાજી સુભાષચંદ્ર બોઝના સંબંધીએ મંગળવારે કરાયેલા એક ટ્વીટમાં કહ્યું કે, રાજ્ય ભજાપમાં સંકટનું સમાધાન પાર્ટી અધ્યક્ષની પસંદગી કરવામાં આવી શકે છે, ન કે કોઇની પસંદગી કરીને. 

મીડિયા સાથે વાત કરતા ચંદ્ર કુમાર બોઝે કહ્યું કે, ભાજપની અંદર લોકશાહી છે અહીં કોંગ્રેસની જેમ આપખુદશાહી નથી, મને વિશ્વાસ છે કે પ્રદેશ અધ્યક્ષ અને મહાસચિવ પદો પર ચૂંટણી થશે. તેના પર કોઇ સવાલ નહી ઉઠે કે આ પદો પર કોણ નિયુક્ત થયું છે ? રાજ્યનાં ભાજપ પ્રમુખ દિલીપ ઘોષનો કાર્યકાળ ડિસેમ્બરમાં પુરો થવાનો છે. બોઝે એક ટ્વીટમાં લખ્યું કે, નેતૃત્વ મુદ્દે બંગાળ ભાજપમાં સંકટનો ઉકેલ પાર્ટી અધ્યક્ષની ચૂંટણી કરીને કરી શકાય છે ન કે કોઇની પસંદગી કરીને.

જિલ્લા અને કોલકાતામાં મતપત્રોનાં માધ્યમથી નિર્ણય થવા દેવામાં આવે કે કો પાર્ટીને જીતની રાહ પર લઇ જઇ શકે એમ છે. હાલમાં જે પરિસ્થિતી છે તે ખુબ જ નિરાશાજનક છે. અગાઉ એક અન્ય ટ્વીટમાં તેમણે કહ્યું કે, બંગાળ ભાજપના નેતૃત્વમાં સંકટની અફવાનુંતુરંત જ સમાધાન કરવામાં આવવું જોઇએ. કિસ્સો છેલ્લા છ મહિનાથી જાહેર છે. બંગાળ ભાજપ બંગાળનાં લોકો માટે ત્યારે જ કામ કરી શકશે જ્યારે પાર્ટીમાં આંતરિક રીતે લોકશાહી પ્રવર્તે. 

અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, મે તેને જાહેર નથી કર્યું. બંગાળ અધ્યક્ષે એક સામાન્ય સભામાં કહ્યું કે, તેઓ ડિસેમ્બર 2018 સુધી પદ પર રહેશે. પર્યવેક્ષકોએ કહ્યું કે, લોકસભા ચૂંટણી 2019 સુધી પદ પર રહેશે બીજા લોકો કહે છેકે પંચાયત ચૂંટણી 2018 સુધી રહેશે. હું સત્ય જાણવાનો પ્રયાસ કરી રહ્યો છું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્ર કુમાર બોસ ગત્ત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની તરફથી મુખ્યમંત્રી મમતા બેનર્જીની વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. ચંદ્ર કુમાર બોઝ નેતાજી સુભાષચંદ્ર બોઝનાં પરિવારમાંથી આવે છે. તેઓ નેતાજીનાં પ્રપૌત્ર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news