દેશના વડાપ્રધાન તરીકે મોદીને આ પ્રકારની ભાષા ન વાપરવી જોઇએ: નાયડૂ

મારી તુલના અને મારા પક્ષ વિશે તેમણે જે પ્રકારની ટીપ્પણી તેમણે કરી છે તે તદ્દન અયોગ્ય છે

દેશના વડાપ્રધાન તરીકે મોદીને આ પ્રકારની ભાષા ન વાપરવી જોઇએ: નાયડૂ

નવી દિલ્હી : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુએ શનિવારે વડાપ્રધાનની ટીપ્પણી અંગે વિરોધ વ્યક્ત કર્યો અને કહ્યું કે વડાપ્રધાન મોદીએ તેમની તુલના ભ્રષ્ટ નેતાઓ સાથે કરીને ટીડીપીના અવિશ્વાસના પ્રસ્તાવ પર જવાબ આપવા દરમિયાન ખુબ નિચલી કક્ષાની વાત કરીને તેમને પિડા પહોંચાડી છે. નાયડૂએ કહ્યું કે, આ દેશના વડાપ્રધાન સ્વરૂપે તેમને આ પ્રકારે વાત ન કરવી જોઇએ. એક વડાપ્રધાન સ્વરૂપે તેમને આ પ્રકારની વાતો તેમને શોભતી નથી. 

વડાપ્રધાન મોદીએ શુક્રવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, જ્યારે ટીડીપીએ એનડીએનો સાથ છોડી દીધો હતો તો તેમણે નાયડૂને તેમ કહ્યું હતું કે તેઓ પોતાના પ્રતિદ્વંદી વાઇએસઆર કોંગ્રેસની જાળમાં ફસાઇ રહ્યા છે. વડાપ્રધાને તેવો પણ આરોપ લગાવ્યો કે ટીડીપી પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે કેન્દ્ર પર આરોપ લગાવી રહી છે. નાયડૂએ કહ્યું કે, તેમને વડાપ્રધાન પદ પર બેઠેલા વ્યક્તિ પાસે આ પ્રકારના નિવેદનની આશા નહોતી. 

નાયડૂએ કહ્યું કે, તેમણે કહ્યું કે, તમે વાઇએસઆર કોંગ્રેસની જાળમાં ફસાઇ રહ્યા છો, હું તેમને કહેવું છુ કે જ્યા સુધી હું સાચી વસ્તુઓ કરી રહ્યો છું મને મારી પાર્ટીને કંઇ પણ થઇ શકે તેમ નથી. હું તેમને પુછુ છું કે તેઓ કઇ રીતે મારી તુલના ભ્રષ્ટ વ્યક્તિઓ સાથે કરી શકે છે. વાઇએસઆરસીપીના નેતા પ્રત્યેક અઠવાડીયે કોર્ટમાં જાય છે. અમે સંસદમાં છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news