ઉચ્ચ શિક્ષણ માટે બિહારમાં વિદ્યાર્થીનીઓને 1% વ્યાજે મળશે લોન: નીતીશ કુમાર

મુખ્યમંત્રીએ કહ્યું કે, 2003માં મિડલ સ્કુલ જનારી યુવતીઓની સંખ્યા 1.70 લાખ હતી, આજે તે વધીને 9 લાખ સુધી પહોંચી ચુકી છે

ઉચ્ચ શિક્ષણ માટે બિહારમાં વિદ્યાર્થીનીઓને 1% વ્યાજે મળશે લોન: નીતીશ કુમાર

મોતિહારી : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે રવિવારે મોતિહારીમાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગતી વિદ્યાર્થીનીઓ માટે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા ઇચ્છતી વિદ્યાર્થીનીઓને માત્ર 1 ટકાનાં દરે લોન આપવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું કે, રાજ્યનાં તમામ જિલ્લાઓમાં એન્જીનિયરિંગ અને જિલ્લાનાં એએનએમ સાથે આઇટીઆઇ કોલેજ ખોલવામાં આવશે. વિદ્યાર્થીનીઓ માટે અલગથી ITI ખોલવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. 

મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, રાજ્યમાં પાંચ નવી મેડિકલ કોલેજ ખોલવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. તેમણે રાજ્યનાં પહેલી ડિજિટલ પંચાયત સરકાર ભવનનું ઉદ્ધાટન પણ કર્યું. નીતીશ કુમારે રવિવારે મોતિહારીનાં હરિસદ્ધિમાં મહાવીર રામેશ્વર ઇન્ટર કોલેજ પરિસરમાં મહાવીર પ્રસાદ અને રામેશ્વર મહતોની પ્રતિમાનાં અનાવરણ બાદ જનસભાને સંબોધિત કરી હતી. 

ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીનીઓને 1 %નાં દરે લોન મળશે. 
સીએમનું કહેવું છે કે, 2003માં મિડલ સ્કૂલ જનારી યુવતીઓની સંખ્યા એક લાખ 70 હજાર હતી. આજે 9 લાખ છે. ઉચ્ચે શિક્ષણમાં બિહારની સ્થિતી ખરાબ હતી. બિહારમાં 13 ટકા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ ગ્રહણ કરી શકતા હતા. અમે બિહાર માટે 30 ટકાનો લક્ષ્યાંક મુક્યો છે. એટલા માટે યુવતીઓ માટે પણ ખાસ પ્રાવધાન કરવામાં આવ્યા છે. યુવતીઓ ઉચ્ચ શિક્ષણ ગ્રહણ કરવા ઇચ્છે તો, વિદ્યાર્થીઓ ક્રેડિટ કાર્ડનાં માધ્યમથી એક ટકાનાં દરે લોન આપવામાં આવશે. 

મુખ્યમંત્રીમંત્રીએ કહ્યું કે, વિદ્યાર્થીનીઓ સાથે સાથે દિવ્યાંગ અને થર્ડ જેન્ડરનાં બાળકોને પણ 1 ટકાનાં વ્યાજદરે લોન મળશે. અન્ય વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ માટે વ્યાજનો દર 4 ટકા છે. તેમણે કહ્યું કે, યુવાનો કુશળ બનાવવા માટે કુશળ યુવા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. યુવાનોને જ્યારે રોજગાર નહી મળે ત્યા સુધી પ્રદેશ આગળ નહી વધી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news