ફેસબુકમાં સૌથી ચર્ચિત મુખ્યમંત્રી રહ્યા યોગી: જાણો ક્યાં રહ્યા આપણા રૂપાણી?

સીએમ યોગીનું ફેસબુક પેજ 2017માં અન્ય તમામ મુખ્યમંત્રીઓનાં ફેસબુક પેજ કરતા વધારે ચર્ચિત રહ્યું

  • સચિન તેંડુલકર અમિત શાહ કરતા પણ વધારે લોકપ્રિય સાંસદ
  • કેબિનેટ મંત્રીઓમાં વડાપ્રધાન મોદી સૌથી વધારે લોકપ્રિય રહ્યા
  • કોંગ્રેસ કરતા આપું પેજ વધારે લોકપ્રિય રહ્યું, ભાજપ અવ્વલ રહ્યું

Trending Photos

ફેસબુકમાં સૌથી ચર્ચિત મુખ્યમંત્રી રહ્યા યોગી: જાણો ક્યાં રહ્યા આપણા રૂપાણી?

લખનઉ : પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કામનાં મુદ્દે હંમેશા ચર્ચામાં રહે છે. જો કે આ વખતે તેમણે તમામ પ્રદેશનાં મુખ્યમંત્રીઓને પછાડતા વધારે એક મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મુખ્યમંત્રી યોગીનું ફેસબુક પેજ  2017માં અન્ય તમામ મુખ્યમંત્રીઓનાં ફેસબુક પેજ કરતા વધારે ચર્ચામાં રહ્યું હતું. આ વાત ફેસબુક દ્વારા ગુરૂવારે સરકારી સંસ્થાઓ, મંત્રાલય, રાજનીતિક દળો અને રાજનીતિજ્ઞો મુદ્દે ડેટામાં સામે આવી છે. ફેસબુકે તેમાં પેજની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા તેનાં આંકડાઓ જાહેર કર્યા છે. 

દેશનાં તમામ મુખ્યમંત્રીઓનાં ફેસબુક પેજ પર આવનારા રિએક્શનની ગણત્રી 1 જાન્યુઆરી, 2017થી 31 ડિસેમ્બર, 2017 વચ્ચે કરવામાં આવી. જેમાં યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સૌથી ઉપર રહ્યા હતા. ફેસબુક દ્વારા કરવામાં આવેલી ગણત્રીમાં તમામ મુખ્યમંત્રીઓનાં ફેસબુક પેજો પર આવેલા રિએક્શન, પોસ્ટનાં શેર અને તેમાં આવેલા કોમેન્ટને આધાર માનવામાં આવ્યો હતો. એક વર્ષમાં યોગીનાં ફેસબુક પેજ પર 54 લાખ ફોલોઅર્સ બન્યા હતા. ફેસબુક પેજની લોકપ્રિયતા મુદ્દે યોગી આદિત્યનાથ બાદ બીજા સ્થાન પર રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજે રહ્યા હતા. ત્રીજા સ્થાન પર ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રહ્યા હતા. 

આ સમયગાળા દરમિયાન રાજ્યસભા સાંસદોમાં સૌથી લોકપ્રિયક ફેસબુક પેજ સચિન તેંડુલકરનું રહ્યું હતું. તેમનાં પેજને 2.8 કરોડ લાઇક્સ મળી હતી. સચિન બાદ આ યાદીમાં આર.કે સિન્હા અને અમિત શાહનું નામ છે. જ્યારે લોકસભા સભ્યો અને કેબિનેટ મંત્રીઓનાં સૌથી લોકપ્રિય ફેસબુક પેજ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહ્યા. તેમનાં પેજને 4.2કરોડ કરતા વધારે લાઇક્સ મળી હતી. વડાપ્રધાન મોદી બાદ આ યાદીમાં બીજા સ્થાન પર અસદુદ્દીન ઓવૈસીનું નામ છે. ત્રીજા સ્થાન પર ભગવંત માન છે. 

ફેસબુકનાં સૌથી લોકપ્રીય ફેસબુક પેજનાં અહેવાલમાં રાજનીતિક દળોનો પણ સમાવેશ થાય છે. જેમાં ભાજપનું ફેસબુક પેજ સૌથી વધારે સક્રિય રહ્યું હતું. બીજા સ્થાન પર આમ આદમી પાર્ટીનું ફેસબુક પેજ રહ્યું હતું. ત્રીજા સ્થાન પર કોંગ્રેસનું ફેસબુક પેજ રહ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news