વકર્યો 'ભગવા આતંકવાદ'નો વિવાદ, ઠંડુ પાણી રેડવા મેદાને પડી કોંગ્રેસ

કોંગ્રેસ પ્રવક્તા પી.એલ. પુનિયાએ આ મામલે સ્પષ્ટતા કરી છે

વકર્યો 'ભગવા આતંકવાદ'નો વિવાદ, ઠંડુ પાણી રેડવા મેદાને પડી કોંગ્રેસ

નવી દિલ્હી :  2007ના મક્કા મસ્જિદ વિસ્ફોટ મામલામાં જમણેરી સંગઠનના કાર્યકર્તા અસીમાનંદ અને અન્ય 4ને સોમવારે એક કોર્ટે મુક્ત કરી દીધા હતા. બીજેપીએ આ પછી કોંગ્રેસ પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો હતો કે વિપક્ષી દળએ ‘ભગવા આતંકવાદ’ શબ્દનો ઉપયોગ કરી હિંદુઓને અપમાનિત કર્યા હતા અને રાહુલ ગાંધીએ તેના માટે માફી માગવી જોઈએ. બીજેપીના  આ આરોપ પછી વિવાદ પર ઠંડુ પાણી રેડવા કોંગ્રેસે સ્પષ્ટતા જાહેર કરી છે. 

કોંગ્રેસ પ્રવક્તા પી એલ પુનિયાએ કહ્યું કે, આતકંવાદ એક ગુનાહિત માનસિકતા છે અને તેને કોઈ ધર્મ કે સમુદાય સાથે જોડી શકાય નહીં. તેમણે ભાજપના આરોપો વિશે પૂછવા પર કહ્યું કે, ‘રાહુલ ગાંધી કે કોંગ્રેસે ક્યારેય ભગવા આતંકવાદ શબ્દનો ઉપયોગ કર્યો નથી.’ કોંગ્રેસના નેતાએ કહ્યું કે, ‘આ માત્ર બકવાસ છે. ભગવા આતંકવાદ જેવું કંઈ કહેવાયું નથી. અમને પૂરો વિશ્વાસ છે કે આતંકવાદને કોઈ ધર્મ કે સમુદાય કે જાતિ સાથે જોડી શકાય નહીં. તે ગુનાહિત માનસિકતા છે, જેનાથી ગુનાહિત ગતિવિધી થાય છે અને તેને કોઈ ધર્મ કે સમુદાય સાથે ન જોડી શકાય.’

પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીના પ્રવાસ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે કોઈ ટિપ્પણી ન કરી. મુક્ત કરવાના ફેંસલા પર પુનિયાએ કહ્યું કે, તે પહેલા ફેંસલાનો અભ્યાસ કરશે અને પછી તેના પર વાત કરશે. તેમણે કહ્યું કે, ‘જોકે, શરૂઆતના અહેવાલોમાં કહેવાયું છે કે પુરાવા નથી અપાયા અને કબુલાત કરતું સ્ટેટમેન્ટ અને અન્ય દસ્તાવેજો ગુમ છે. ફરિયાદી પક્ષની નિષ્ફળતા લાગે છે. ફેંસલો આવ્યા પછી વાત કરવી યોગ્ય રહેશે.’ જોકે, કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે મામલામાં એનઆઈએની કામ કરવાની રીત પર સવાલ ઉઠાવ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news