RSSના કહેવાથી સરકારે લીધો હતો નોટબંધીનો નિર્ણયઃ રાહુલ ગાંધી

કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે નીકળેલા રાહુલ ગાંધીએ આજે મંગળવારે પોતાના સભાઓમાં કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા, તેમણે કહ્યું કે કેન્દ્રમાં બીજેપીની નહીં આરએસએસની સરકાર ચાલે છે. 

Dhaval Gokani Dhaval Gokani | Updated: Feb 13, 2018, 09:30 PM IST
 RSSના કહેવાથી સરકારે લીધો હતો નોટબંધીનો નિર્ણયઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધી ચાર દિવસના કર્ણાટકના પ્રવાસે છે

કુલબર્ગાઃ કર્ણાટકમાં ચૂંટણી પ્રવાસે નીકળેલા રાહુલ ગાંધીએ મંગળવારે પોતાની જનસભાઓમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્રમાં બીજેપીની નહીં આરએસએસની સરકાર ચાલી રહી છે. દેશની દરેક સંસ્થા પર સંઘનો કબજો છે. ત્યાં સુધી કે સંઘના કહેવાથી સરકાર નિર્ણયો લઈ રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધીનો નિર્ણય પણ સંઘના ઈશારે કરવામાં આવ્યો હતો. 

કુલબર્ગામાં બોલ્યા રાહુલ ગાંધી
મંગળવારે રાહુલ ગાંધી કુલબર્ગામાં હતા અને અહીં તેમણે વેપારીઓ અને પ્રોફેશનલ્સ સાથે મુલાકાત દરમિયાન આ વાત કરી હતી. રાહુલે કહ્યું, તમને ખબર છે નોટબંધીનો વિચાર ક્યાંથી આવ્યો ? તમને ખબર છે નોટબંધીનો વિચાર વડાપ્રધાનને કોણે આવ્યો? આરબીઆઈએ નહીં, નાણામંત્રી અરૂણ જેટલીએ નહીં, નાણામંત્રાલયના કોઈ અધિકારીએ નહીં. આરએસએસના એક ખાસ વિચારકે આ વિચાર આવ્યો, તેમણે આગળ કહ્યું, તમે હવે કલ્પના કરી શકો છો આરએસએસ વડાપ્રધાનને વિચાર આપે છે અને વડાપ્રધાન તે વિચાર પર અમલ કરે છે. 

દરેક જગ્યાએ RSSનો કબજો
રાહુલ ગાંધીએ કહ્યું કે, આરએસએસ અને ભાજપની કામ કરવાની આજ રીત છે. આરએસએસ અને ભાજપના લોકોને લાગે છે કે તેઓ બધુ જાણે છે અને પછી વિનાશકારી નિર્ણયો લે છે. તેમણે કહ્યું કે, એક બાળક પણ કહેશે કે 500 અને 1000 રૂપિયાની નોટોને બરબાદ કરવી તે સારો વિચાર ન હતો, કેમ કે તેનાથી ભ્રષ્ટ લોકોને કાળામાંથી સફેદ કરવાનો મોકો મળ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકારના મંત્રી સ્વતંત્ર રૂપથી કામ કરી રહ્યાં નથી, કેમ કે દરેક મંત્રાલયમાં આરએસએસના લોકોને બેસાડવામાં આવ્યા છે. 

સંઘ આપે છે નિર્દેશ
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ભારતના દરેક મંત્રાલયમાં રાષ્ટ્રીય સ્તર પર એક ઓએસડી (વિશેષ કાર્ય અધિકારી) છે જે આરએસએસમાંથી છે અને મંત્રીની સાથે કામ કરે છે. ભારતના દરેક મંત્રાલયમાં આરએસએસનો એક વ્યક્તિ છે જે મંત્રીની સાથે કામ કરે છે. મંત્રી પોતાના મનથી કામ કરી રહ્યાં નથી. તેમણે કહ્યું કે મંત્રીઓને આરએસએસમાંથી આદેશ મળે છે તેમણે શું કરવાનું છે. 

Rahul Gandhi

તેમણે કહ્યું કે, કબજો કરવાની રીત છે, આ જ રીતે છે એક સંસ્થા છે આવો અને તેની પર કબજો કરો. આ કોઈપણ સંસ્થાને ભારતના લોકોની સેવા કરવા દેવા અને ભારતના લોકોના નિયંત્રણમાં થવા દેવાની વિરુદ્ધ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ માને છે કે સંસ્થાઓ પર લોકોનું નિયંત્રણ હોવું જોઈએ, રાજનીતિક પાર્ટીનું કામ રાજનીતિક પ્રણાલીને ચલાવવાનું છે, ન કે કોઈ સંસ્થા પર કબજો કરીને તેને ચલાવવી અને પોતાની આસ્થા પ્રમાણે કેને આકાર આપવો. 

રાહુલ કહ્યું કે ભાજપાની સાથે અમારે આ મૌલિક ટકરાવ છે. તેમનો વિચાર જ્યાં પણ જાય છે પોતાની વિચારધારા વાળા લોકોને સંસ્થામાં બેસાડવાનો છે. રાહુલે કહ્યું કે કોંગ્રેસ સંસ્થાઓના લોકતાંત્રિકરણના પક્ષમાં છે જ્યારે ભાજપ તેના નોકરશાહીકરણમાં વિશ્વાસ રાખે છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close