કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને મોકલ્યા રિસોર્ટ, લગાવ્યો 'ખરીદ-વેચાણ'નો આરોપ

સિદ્ધારમૈયાએ લગાવ્યો છે આ આરોપ

કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને મોકલ્યા રિસોર્ટ, લગાવ્યો 'ખરીદ-વેચાણ'નો આરોપ

બેંગ્લુરુ : કર્ણાટકમાં ભારે રાજકીય હલચલ જામી છે ત્યારે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને તુટવાથી બચાવવામાં લાગી ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય હાલમાં ઇગલટન (Eagleton Restort) રિસોર્ટમાં રોકાયેલા છે. કોંગ્રેસ અને જેડીએસ બંનેએ બીજેપી પર ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. સિદ્ધારમૈયાએ વડાપ્રધાન મોદી પર જોરદાર હુમલો કરીને આરોપ લગાવ્યો છે કે બહુમત ન મળ્યો હોવા છતાં રાજ્યમાં સરકાર બનાવવા બીજેપી ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. 

જેડીએસના નેતા કુમાર સ્વામીએ બીજેપી પર ધારાસભ્યોની ખરીદીનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા કહ્યું છે કે આ માટે 100 કરોડ રૂ. અને મંત્રીપદની ઓફર કરવામાં આવી છે. કુમાર સ્વામીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે આ આરોપ લગાવતા કહ્યું છે કે તેઓ જાણવા માગે છે કે ઓફર કરાયેલા 100 કરોડ રૂ. બ્લેકમની છે કે વ્હાઇટ મની. જોકે કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આ વાતનું ખંડન કરતા કહ્યું છે કે 100 કરોડ રૂ. અને 200 કરોડ રૂ.ની વાત કાલ્પનિક છે અને બીજેપી એવું નથી કરી. અમન ધારાસભ્યો ખરીદવાની આદત નથી. આ પ્રકારની રાજનીતિ જેડીએસ અને કોંગ્રેસ કરે છે. અમે નિયમોનું પાલન કરીને સરકાર બનાવીશું. 

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ ઉભા થયેલા રાજકીય સંકટ પર રાજ્યપાલ વજુભાઈ વાળાએ નિર્ણય કરી લીધો છે. બુધવારે રાત્રે રાજભવન દ્વારા જારી કરાયેલા પત્રમાં યેદિયુરપ્પાને સીએમ પદના શપથ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. ભાજપના  નેતા મુરલીધર વાવે મીડિયાને જણાવ્યું કે, રાજભવનથી બીએસ યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટેનો પત્ર મળી ગયો છે. તેમણે જણાવ્યું કે, ગુરૂવારે સવારે 9 કલાકે યેદિયુરપ્પા મુખ્યપ્રધાન પદ્દના શપથ લેશે. રાજ્યપાલે યેદિયુરપ્પાને વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. મુરલીધર રાવે કહ્યું કે, ભાજપે હંમેશા લોકતંત્રનું પાલન કર્યું છે અને અમે બહુમત સાબિત કરીશું. આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામેલ થશે નહીં.

— ANI (@ANI) May 16, 2018

ભાજપને શપથ લેવા માટે આમંત્રણ આપ્યા બાદ કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે કહ્યું કે, રાજ્યપાલ પર ભાજપ અધ્યક્ષ અને વડાપ્રધાનનો દબાવ છે. રાજ્યપાલ દવાબમાં કામ કરી રહ્યાં છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં મળેલા પરાજયનો બદલો લેવાની ભાવનાથી કામ કરી રહ્યાં છે અમિત શાહ. બહુમત અમારી સાથે છે. 

નોંધનીય છે કે કર્ણાટકમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતી નથી મળી. અહીં 222 સીટ પર ચૂંટણી થઈ હતી જેમાં બીજેપીને 104, કોંગ્રેસને 78 તેમજ જેડીએસ+ન 38 સીટ મળી છે. બહુમતી માટે જાદુઈ આંકડો 112 છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news