35% મુખ્યમંત્રીઓ પર ગુનાહિત કેસ તો 81 % મુખ્યમંત્રીઓ કરોડપતિ

એક અભ્યાસ અનુસાર ભારતમાં આશરે 35 ટકા મુખ્યમંત્રીઓ પર ગુનાહિત કેસ દાખલ છે અને 81 ટકા મુખ્યમંત્રીઓ કરોડપતિ છે. રાજનીતિક દળો પર નજર રાખનાર સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિડ રિફોર્મ્સ (એડીઆર)નાં નેશનલ ઇલેક્શન વોચ(ન્યૂ) સાથે મળીને કરાયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી હતી. બંન્ને સંગઠનોએ સમગ્ર દેશમાં રહેલા વિવિધ રાજ્યોનાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભા ચૂંટણી દરમિયાન હાલનાં મુખ્યમંત્રીઓ દ્વારા સ્વયં દાખલ કરાયેલા હલફનામાઓનો અભ્યાસ કરીને આ નિષ્કર્ષ કાઢ્યો છે.

Krutarth Joshi Krutarth Joshi | Updated: Feb 13, 2018, 10:50 AM IST
35% મુખ્યમંત્રીઓ પર ગુનાહિત કેસ તો 81 % મુખ્યમંત્રીઓ કરોડપતિ

નવી દિલ્હી : એક અભ્યાસ અનુસાર ભારતમાં આશરે 35 ટકા મુખ્યમંત્રીઓ પર ગુનાહિત કેસ દાખલ છે અને 81 ટકા મુખ્યમંત્રીઓ કરોડપતિ છે. રાજનીતિક દળો પર નજર રાખનાર સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિડ રિફોર્મ્સ (એડીઆર)નાં નેશનલ ઇલેક્શન વોચ(ન્યૂ) સાથે મળીને કરાયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી હતી. બંન્ને સંગઠનોએ સમગ્ર દેશમાં રહેલા વિવિધ રાજ્યોનાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભા ચૂંટણી દરમિયાન હાલનાં મુખ્યમંત્રીઓ દ્વારા સ્વયં દાખલ કરાયેલા હલફનામાઓનો અભ્યાસ કરીને આ નિષ્કર્ષ કાઢ્યો છે.

ADRનાં અહેવાલ અનુસાર, 31 મુખ્યમંત્રીઓમાંથી 11એ સ્વયંની વિરુદ્ધ ગુનાહિત કેસ દાખલ હોવાની જાહેરાત કરી છે. આ કુલ સંખ્યાનાં 35 ટકા જેટલું છે. તેમાંથી 26 ટકા વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ જેવા ગંભીર ગુનાઓ દાખલ છે. આ પ્રકારે 25 મુખ્યમંત્રીઓ એટલે કે 81 ટકા કરોડપતિ છે. તેમાંથી બે મુખ્યમંત્રીઓ પાસે તો 100 કરોડ કરતા પણ વધારેની સંપત્તિ છે. મુખ્યમંત્રીઓની સરેરાશ સંપત્તી 16.18 કરોડ રૂપિયા છે. 

ચંદ્રાબાબુ નાયડૂ સૌથી ધનવાન મંત્રી
અભ્યાસમાં સામે આવ્યું કે, દેશનાં સૌથી અમીર મુખ્યમંત્રી આંધ્રપ્રદેશનાં ચંદ્રબાબુ નાયડૂ છે, જેમની જાહેર કરેલી સંપત્તી 177 કરોડ રૂપિયા છે. બીજી તરફ સૌથી ઓછી સંપત્તી ધરાવતા ત્રિપુરાનાં મણિક સરકાર છે.તેમની સંપત્રી માત્ર 27 લાખ રૂપિયા છે. 

ભાજપને 461 કરોડ રૂપિયા અજાણ્યા સોર્સ પાસેથી મળ્યા.
અગાઉ ગત્ત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આવેલી એડીઆરનાં રિપોર્ટ અનુસાર ભાજપને 461 કરોડ રૂપિયાનો ફાળો 2015-16માં અજાણ્યા સ્ત્રોત પાસેથી મળ્યો હતો. જે તેની કુલ સંપત્તીનાં આશરે 81 ટકા જેટલું છે. બીજી તરફ કોંગ્રેસની કુલ આવકનાં 71 ટકા 186 કરોડ રૂપિયા અજાણ્યા સ્ત્રોત પાસેથી મળ્યા હતા.બંન્ને દળોને કુલ મળીને 646.82 કરોડ રૂપિયા એટલે કે સરેરાશ 77 ટકા રૂપિયા અજાણ્યા સ્ત્રોત પાસેથી મળ્યા.