રાશિફળ 12 ઓક્ટોબર: આ રાશિના કુંવારા જાતકો માટે ખાસ છે દિવસ, માતાજીની કૃપાપાત્ર કરવા માટે કરો આ કામ

Updated: Oct 12, 2018, 07:43 AM IST
રાશિફળ 12 ઓક્ટોબર: આ રાશિના કુંવારા જાતકો માટે ખાસ છે દિવસ, માતાજીની કૃપાપાત્ર કરવા માટે કરો આ કામ

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો

માતાજીની કૃપાપાત્ર કરવા માટે શું કરવું...

 દેવીકવચનો પાઠ કરી શકાય
 આસુરીશક્તિથી રક્ષણ આપનારું દિવ્ય કવચ
 અકાળમૃત્યુથી રક્ષણ આપે છે
 અગ્નિ, જળ, વિજળી અને વિષતત્ત્વથી રક્ષણ મળે
 મારણ, મોહન જેવા આભિચારીક પ્રયોગથી રક્ષણ મળે
 સિદ્ધિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે.

આજનું પંચાંગ

તારીખ 12 ઓક્ટોબર શુક્રવાર
માસ આસો સુદ ચોથ
નક્ષત્ર વિશાખા
યોગ પ્રીતિ
ચંદ્ર રાશી વૃશ્ચિક (ન,ય)
1. વિંછુડો પ્રારંભ થઈ ચૂક્યો છે.
2. ચંદ્ર પોતાની નીચ રાશિમાં પ્રવેશી ચૂક્યો છે
3. વિનાયક ચતુર્થી પણ છે
4. રવિયોગ પ્રારંભ સવારે 10.43થી
5. રવિયોગ પૂર્ણ આવતીકાલે સવારે 11.37

રાશિ ભવિષ્ય

મેષ (અલઈ)

 ગહન ભક્તિ કરવા તરફ પ્રેરણા થાય
 યોગ અને સાધના તરફ આકર્ષણ થાય
 અચાનક ધનપ્રાપ્તિ થઈ શકે
 નવું ઘર કે વાહનસુખ પણ દર્શાવે છે

વૃષભ (બવઉ)

 ધાર્મિક કાર્યો સાથે સંકળાયેલાને લાભ
 ધાર્મિક ટૂંકી મુસાફરી દર્શાવે છે
 પાડોશી સાથે સુમેળ રહે
 સાસરીપક્ષ તરફથી લાભ થાય

મિથુન (કછઘ)

 પ્રેમપથમાં અવરોધ આવી શકે છે
 પ્રિયજન રિસાઈ જાય તેવું બને
 ફેશન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલાને લાભ
 રાજકાજમાં સફળતા મળે

કર્ક (ડહ)

 યુક્તિ-પ્રયુક્તિ ભારે પડે
 માતા સાથે સુમેળ વધે
 કાર્યસિદ્ધિના યોગ છે
 નોકરીમાં બઢતીના યોગ પણ છે

સિંહ (મટ)

 પ્રભાવ વધે
 તમારું કહેલું અન્ય માને પણ ખરા
 આરોગ્યમાં વૃદ્ધિ જણાય
 શુભકાર્યની શરૂઆત થાય

કન્યા (પઠણ)

 ધનસ્થાન પ્રબળ બન્યું છે
 મિઠાઈના વેપારીઓને સાનુકૂળતા
 કુંવારા જાતકોને વેવિશાળની શક્યતા છે
 વડીલોનું આરોગ્ય જાળવવું

તુલા (રત)

 ભાડાની આવક વધે
 ધનવ્યય પણ થાય
 વેપારમાં સારી તકનું નિર્માણ થાય
 સ્નાયુનો દુખાવો ન થાય તે જોવું

વૃશ્ચિક (નય)

 સર્જનશક્તિ આજે ખીલી ઊઠે
 ધનલાભ પણ દેખાય છે
 ધાર્મિક મુસાફરીના યોગ છે
 પારિવારીક સંબંધોથી લાભ

ધન (ભધફઢ)

 સૈદ્ધાંતિક ગુસ્સો આવે
 પણ, સંયમ અવશ્ય રાખવો પડશે
 કમિશન, દલાલીની આવક થાય
 યશ માન પ્રતિષ્ઠામાં ઉમેરો થાય

મકર (ખજ)

 જીવનસાથીનો ડાયાબીટીસ વધી શકે છે
 આરોગ્યની તકેદારી રાખજો
 વેપારમાં સફળતા મળે
 ધનલાભ પણ થાય

કુંભ (ગશષસ)

 નોકરી મેળવવી હોય તો માર્ગ સરળ બને
 નોકરીમાં ઉત્તમ તકનું નિર્માણ પણ થાય
 ધનસ્થાન પણ મજબૂત બન્યું છે
 સુખમય દિવસ વીતે

મીન (દચઝથ)

 કાર્યમાં યશ મળે
 નવું કાર્ય આરંભ કરી શકો
 સંતાનની ચિંતા હળવી થાય
 પ્રવાસની શક્યતા પણ રચાઈ છે

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close