ડિયર જિંદગી: 'આઇના, મુઝસે મેરી પહલી સી સૂરત માંગે...'

આપણે બે ડગલા આગળ વધીએ છીએ તો પાછળના અજવાળાને ભૂલવા લાગીએ છીએ. પાછળ વિસરાતા જઇ રહેલા અજવાળા ધીરે ધીરે આપણી સ્થિતિ બદલે છે. એક દિવસ એવો આવે છે કે અરીસો આપણો ચહેરો ભુલવા લાગે છે અને જાણે અગાઉનો પહેલો ચહેરો પાછો માંગે છે...

ડિયર જિંદગી: 'આઇના, મુઝસે મેરી પહલી સી સૂરત માંગે...'

દયાશંકર મિશ્રા:  અગાઉનો ચહેરો યાદ કરો ! શું ખરેખર સ્થિતિ બદલાઇ રહી છે. અને જે વસ્તુ બદલાઇ રહી છે, તે પહેલા જેવી કેવી રીતે હોઇ શકે છે. જીવનનું બધુ જ સૌંદર્ય આ પહેલા, બદલાતા અને અત્યારની સ્થિતિ વચ્ચે જ તો છે. આપણે મોટાભાગે યાદોના ખજાના સાથે આ જ વાતો કરતા રહીએ છીએ કે 'તે' કેટલો બદલાઇ ગયો, પહેલાં શું હતો, હવે શું થઇ ગયો! જેણે મહેશ ભટ્ટની લોકપ્રિય ફિલ્મ 'ડેડી' જોઇ છે, તેમને આ ગીત 'આઇના, મુઝસે મેરી પહલી સી સૂરત માંગે...' જરૂર યાદ હશે. પરંતુ જેમણે નથી જોઇ તેમના માટે પણ કોઇ મુશ્કેલી નથી. 

મોટાભાગે આપણને આપણો ભૂતકાળ પ્રિય લાગે છે. આજના જીવનનો તે ભાગ જેમાં આપણે 'ઘડાયા' ન હતા, કંઇક બનવા માટે નિકળ્યા હતા, મોટાભાગે ખૂબ પ્રિય હોય છે. સંઘર્ષની અંધારી રાતો, ચાંદની રાતોથી વધુ પ્રકાશ ફેલાવે છે. બસ તેમની બારી ખુલ્લી રાખવાની જરૂર હોય છે. 

આ બારી બંધ જીંદગીની નાસભાગમાં ધીમે-ધીમે બંધ થઇ જાય છે. આ રોશનીનું બંધ થવું જીંદગીના 'ડિયર' હોવામાં ઘણું મોટું વિધ્ન છે. આપણે બે પગલાં આગળ વધીએ છીએ, તો પાછળના અજવાળાના ભૂલવા લાગીએ છીએ. આ પાછળ રહી જતા અજવાળા ધીમે-ધીમે સ્થિતિ બદલવા લાગે છે. એક દિવસ એવું થાય છે કે અરીસો, આપણો ચહેરો ભૂલવા લાગે છે. પહેલો જેવો ચહેરો, માંગવા લાગે છે.  

અમે આપણે અરીસાને કહીએ છીએ કે આ શું બાળપણ છે! હવે તે ચહેરો ક્યાંથી લાવે. જેને મને મારા હોવા સાથે મુલાકાત કરાવી હતી. આપણા અંદરનો તે અહેસાસ, કોમળ ભાવનાઓ, પરિવારનો ખ્યાલ, નાની-નાની ખુશીઓ પર મર મટવાની અદાઓ, આપણે બધુ તે 'થોડા' પર કુર્બાન કરી રહ્યા છીએ. જેને સફળતા કહેવામાં આવે છે. 

'આઇના, મુઝસે મેરી પહલી સી સૂરત માંગે...'ના બહાને 'કવિ' આ તો કહેવા માંગે છે કે એવા થઇ જાવ, તે અદાઓને ફરીથી પ્રાપ્ત કરી લો, જેના પર તમે પોતે ફિદા હતા. જીવના કેવા વળાંક છે કે મારામાં જે મને પ્રિય હતું, તે મારાથી છૂટી ગયું. આપણે પોતાને બીજા અને દુનિયા માટે બદલતા-બદલતા એટલા દૂર નિકળી જઇએ છીએ કે પોતે આપણી રેંજમાંથી બહાર થઇ જઇએ છીએ. 

સંબંધોમાં તણાવ, ઉદાસીનતા આપણને ત્યારે જ તો પકડે છે જ્યારે આપણે પોતાનાથી દૂર નિકળી જઇએ છીએ. અરીસો જ્યારે તમને ઓળખવાની મનાઇ કરી દે તો તેનાથી મોટો, શક્તિશાળી સંદેશ બીજો ન હોઇ શકે. પરંતુ શું આપણી પાસે એટલી નવરાશ છે! કેટલાક વાચકો કહી શકે છે કે શ્વાસ લેવાનો પણ સમય નથી. આટલો સમય ક્યાંથી મળી શકે.

આવા પ્રશ્નો માટે બસ એટલું જ કહી શકાય કે તમે ગમે તેટલા વ્યસ્ત રહેતા હોવ, પરંતુ તમારી પાસે ગુસ્સો, બીજાને કોસવા/ નિંદા કરવા માટે સમય હોય છે! તો પછી પોતાના જ નજીક જવા, પોતાને જ શણગારવા, આત્મા પર જામેલા મેલને સાફ કરવા માટે સમય ક્યાંયથી આયાત કરવાની જરૂર નથી. 

તે તો પહેલાંથી જ તમારી પાસે છે. બસ તમારે જોવાનું છે કે અરીસો, શું કહે છે. તેની ભાષા, અર્થને સમજવા માટે વધુ નહી પરંતુ થોડી ઉંડી, ગંભીર નજર તો જોઇએ જ. અને હા. સૌથી જરૂરી એ છે કે 'અરીસો' યોગ્ય હોય. કારણ કે તેમાં જરાપણ ચૂક થઇ તો કહાણી બીજી તરફ નિકળી જશે.

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

સરનામું :  

ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news