નાગાલેન્ડઃ નેફિયૂ રિયોએ લીધા મુખ્યપ્રધાન પદના શપથ, નિર્મલા સીતારમન, અમિત શાહ રહ્યા હાજર

શપથ ગ્રહણ સમારોહનું સ્થળનું મહત્વ હતું કે એક ડિસેમ્બર 1963ના દિવસે અહીંથી તત્કાલિન રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને નાગાલેન્ડ રાજ્યના ગઠનની જાહેરાત કરી હતી. 

Dhaval Gokani Dhaval Gokani | Updated: Mar 8, 2018, 06:29 PM IST
 નાગાલેન્ડઃ નેફિયૂ રિયોએ લીધા મુખ્યપ્રધાન પદના શપથ, નિર્મલા સીતારમન, અમિત શાહ રહ્યા હાજર
નેફિયૂ રિયોએ નાગાલેન્ડના મુખ્યપ્રધાન પદે લીધા શપથ. (ફોટો સાભારઃ ANI)

કોહિમાઃ નાગાલેન્ડની નવી સરકારના મુખ્યપ્રધાન નેફિયૂ રિયોએ આજે શપથ ગ્રહણ કરી લીધા છે. તેમને રાજ્યપાલ પીબી આચાર્યએ પદ અને ગોપનિયતાના શપથ અપાવ્યા હતા. તેમની સાથે 10 પ્રધાનોએ પણ શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહનું આયોજન કોહિમાના લોકલ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમન, કિરણ રિજિજૂ પણ હાજર રહ્યા હતા. નાગાલેન્ડમાં કોઈપણ સરકારે  પહેલી વખત ખુલ્લા ગ્રાઉન્ડમાં શપથ લીધા હતા. 

એક ડિસેમ્બર 1963ના દિવસે અહીંથી તત્કાલિન રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને નાગાલેન્ડ રાજ્યના ગઠનની જાહેરાત કરી હતી. રાજ્યપાલ પીબી આચાર્યએ સીએમ અને 10 મંત્રિઓને મેદાનમાં પદ અને ગોપનિયતાના શપથ અપાવ્યા હતા. રિયોએ અંગ્રેજી ભાષામાં શપથ લીધા હતા. 

 શપથ ગ્રહણ સમારોહ પહેલા NPPએ વરત લીધું સમર્થન
શપથ ગ્રહણ સમારોહના એક દિવસ પહેલા નેશનલ પીપુલ્સ પાર્ટીએ રાજ્યપાલને પત્ર લખીને કહ્યું કે, તે એનડીપીપી ભાજપા ગઠબંધનથી પોતાનું સમર્થન પાછુ લઈ રહી છે. પરંતુ તેનાથી સરકારની રચના પર કોઈ પ્રભાવ પડશે નહીં. 60 ધારાસભ્યોવાળી વિધાનસભામાં એનડીપીપી અને ભાજપના મળીને 30 ધારાસભ્યો છે અને તેમને બે ધારાસભ્યોનું સમર્થન છે. એનપીપીના બે ધારાસભ્યો છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close