VIDEO: ફેન્સની હરકતથી ગભરાઇ જ્હાન્વી, પછી ઇશાને લીધુ ચોંકાવનારૂ પગલું

જાહન્વી અને ઇશાન બંન્ને મુંબઇનાં જુહૂ મલ્ટીપ્લેક્સ પહોંચ્યા જ્યાં પ્રમોશન બાદ આ બંન્ને બહાર નિકળ્યાં તો ફેન્સે કપલને ઘેર્યું

VIDEO: ફેન્સની હરકતથી ગભરાઇ જ્હાન્વી, પછી ઇશાને લીધુ ચોંકાવનારૂ પગલું

નવી દિલ્હી : બે વધારે સ્ટાર કિડ્સ એટલે કે જાહન્વી કપૂર અને ઇશાન ખટ્ટર કરણ જોહરના પ્રોડક્શનની ફિલ્મ ધડકથી પોતાનાં ફિલ્મી કરિયર ચાલુ કરવા જઇ રહ્યા છે. તેવામાં આ જોડી જોરશોરથી પોતાનાં ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. જયપુરથી માંડીને મુંબઇ સુધી, આ જોડી જબરદસ્ત અંદાજમાં ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. જો કે બીજી તરફ મુંબઇમાં પ્રમોશન દરમિયાન જાહન્વી કપુર ફેન્સની હરકતોથી કંઇક એવી રીતે પરેશાન થઇ ગઇ કે તેનાં હીરો ઇશાન ખટ્ટરને તમામ કામ છોડીને તેના માટે બોડિગાર્ડ બનવું પડ્યું હતું. 

જાહન્વી અને ઇશાનનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં જાહન્વી ખુબ જ ગભરાયેલી જોવા મળે છે, જ્યારે ઇશાન ફેન્સનાં ટોળામાંથી પોતાની હિરોઇનને કાર તરફ દોરી જઇ રહ્યો છે. રિપોર્ટ અનુસાર જાહન્વી અને ઇશાન બંન્ને મુંબઇના જુહુ મલ્ટીપ્લેક્સ પહોંચ્યા હતા. અહીં પ્રમોશન બાદ જ્યારે આ બંન્ને બહાર નિકળ્યા તો ફેન્સે તેમને ઘેરી લીધા. કેટલાક ફેન્સ સતત આ જોડી સાથે સેલ્ફી પડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જાહન્વી તેનાં કારણે ખુબ જ ગભરાઇ ગઇ હતી. 
આવા સમયે શાહિદનો નાનો ભાઇઅને આ ફિલ્મનાં હિરો ઇશાન ખટ્ટરે એક જેન્ટલમેનની જેમ જાહન્વીને ભીડ વચ્ચેથી કાર સુધી પહોંચાડી. એટલું જ નહી ઇશાન અહીં જાહન્વીનાં બોડીગાર્ડની જેમ તેને ઘેરતો જોવા મળ્યો.આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે. 

A post shared by Bollywood Entertainment🌼 (@lnstabolly) on

વીડિયોમાં તમે ઇશાનને પોતાનાં ફેન્સને સેલ્ફી માટે મનાઇ કરતા પણ જોઇ શકો છો.ધડકનું નિર્દેશન શશાંક ખેતાને કહ્યું છે. આ ફિલ્મ 20 જુલાઇએ રિલીઝ થશે. આ જાહન્વી કપુરની પહેલી હિન્દી ફિલ્મ છે. જ્યારે ઇશાનખટ્ટર તેની પહેલા ઇરાની નિર્દેશક માજિદ મજીદીની ફિલ્મ બિયોન્ડ ધ ક્લાઉડ્સમાં પણ કામકરી ચુક્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news