CWCમાંથી બહાર થવા પર બોલ્યા દિગ્વિજય- અંતિમ શ્વાસ સુધી પાર્ટી માટે કામ કરીશ

રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કાર્ય સમિતિમાં ઘણા તેવા નેતાઓને જગ્યા મળી નથી જે સોનિયા ગાંધીના અધ્યક્ષ રહેતા મુખ્ય સભ્ય હતા. 
 

CWCમાંથી બહાર થવા પર બોલ્યા દિગ્વિજય- અંતિમ શ્વાસ સુધી પાર્ટી માટે કામ કરીશ

નવી દિલ્હીઃ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)માંથી બહાર કર્યા બાદ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, તેઓ ગમે ત્યાં રહેશે પરંતુ નફરતની રાજનીતિ વિરુદ્ધ લડતા રહેશે. 

તેમણે કહ્યું કે, ભાવુક અંદાજમાં કહ્યું કે, પાર્ટીએ મને ઘણું આપ્યું છે અને મારા પર વિશ્વાસ પણ કર્યો છે. તેમણે સીડબલ્યૂસીમાં ફેરફારના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું કે તેમની વિચારધારા નફરત અને હિંસાની વિરુદ્ધ છે અને તેવી શક્તિઓ વિરુદ્ધ તે પોતાના અંતિમ શ્વાસ સુધી લડતા રહેશે. 

મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીના 23 સભ્યોની લિસ્ટ જારી કરી દીધી હતી. આ સાથે 18 સ્થાયી આમંત્રિત સભ્યો અને 10 વિશેષ આમંત્રિત સભ્યો પણ સામેલ કરવામાં આવ્યા. 

રાહુલ ગાંધીએ આ નિર્ણય તેવા સમયે લીધો છે, જ્યારે મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. પરંતુ રાજ્યના વધુ એક મોટા નેતા કમલનાથ આ લિસ્ટમાંથી ગાયબ છે. પરંતુ તેમને મધ્યપ્રદેશ કોંગ્રેસ કમિટીની જવાબદારી સોંપવામાં આવી છે. તે પહેલા જ રાહુલના પસંદગીના નેતાઓની યાદીમાંથી બહાર ચાલી રહેલા દિગ્વિજય સિંહના CWCમાંથી આઉટ થવું તેમના રાજકીય કદને એટ મોટો ઝટકો આપનારૂ કદમ માનવામાં આવી રહ્યું છે. પરંતુ દિગ્વિજય સિંહે કહ્યું કે, તેમને નેતાઓ સાથે કોર્ડિનેટ કરીને ચૂંટણીમાં જીત નક્કી કરવાની જવાબદારી આપવામાં આવી છે. 

નિવૃતી નહીં
રાજનીતિમાંથી નિવૃત થવાના સવાલ પર દિગ્વિજય સિંહે કહ્યું કે, ચૂંટણી બાદ આગળની રણનીતિ પર કામ કરવામાં આવશે. આ સાથે તેમણે ભાજપના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારે આસપાસ અડવાણી જી હોય તો મારે કેમ નિવૃત થવું જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે, પોતાના અંતિમ શ્વાસ સુધી પાર્ટી માટે કામ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news