બુઝાઈ શકે છે RJDની ફાનસ, ચૂંટણી પંચે જારી કરી નોટિસ

ચૂંટણી પંચે રાજદ તરફથી ઓડિટ રિપોર્ટ ન આપવા પર પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે.   

Dhaval Gokani Dhaval Gokani | Updated: Apr 16, 2018, 10:51 PM IST
બુઝાઈ શકે છે RJDની ફાનસ, ચૂંટણી પંચે જારી કરી નોટિસ

નવી દિલ્હીઃ આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. 

ચૂંટણી પંચ દ્વારા 13 એપ્રિલે આ મામલામાં જારી નોટિસ અનુસાર રાજદ તરફથી આગામી મહિનાની શરૂઆત સુધી ઓડિટ રિપોર્ટ ન આપવા પર પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપવામાં આવી છે. નિયમ અનુસાર પ્રત્યેક રાજકીય પક્ષો માટે દર વર્ષે 31 ઓક્ટોબર સુધી પાર્ટીનો વાર્ષિક ઓડિટ રિપોર્ટ જમા કરાવવો અનિવાર્ય છે. આયોગ દ્વારા પાર્ટી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવના નામથી જારી નોટિસમાં કહેવામાં આવ્યું કે, રાજદે વર્ષ 2014/15ની વાર્ષિક ઓડિટ રિપોર્ટ હજુ સુધી આપ્યો નથી. તેની અંતિમ તારીખ 31 ઓક્ટોબર 2015 હતી. 

આ આધાર પર આયોગે આરજેડી પ્રમુખને જારી કારણ દર્શાવો નોટિસમાં કહ્યું કે, કેમ પાર્ટી વિરુદ્ધ ચૂંટણી ચિન્હ (આરક્ષણ અને ફાળવણી) આદેશ 1968ના પ્રરેગ્રાફ 16-એ હેઠળ કાર્યવાહી કરવામાં આવે. તેના ઉલ્લંઘનમાં આયોગ કોઈપણ માન્યતા પ્રાપ્ત પાર્ટીને સસ્પેન્ડ કરવાના અધિકારથી સંપન છે. 

સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર તમામ રાજકીય પાર્ટીઓએ નિર્ધારિત સમયસીમાની અંદર ચૂંટણી પંચને પોતાની વાર્ષિક ઓડિટ રિપોર્ટ રજૂ કરવો ફરજીયાત છે. દેશમાં સાત રાષ્ટ્રીય પક્ષો સહિત 49 રાજ્યસ્તરીય માન્યતા પ્રાપ્ત પાર્ટીઓ છે. 

ઘટાડવામાં આવી સુરક્ષા
થોડા દિવસ પહેલા બિહાર સરકારે લાલૂ યાદવ અને રાબડી દેવીના આવાસની સુરક્ષા ઓછી કરી દીધી હતી. આ મુદ્દા પર પોલીસનું કહેવું છે કે લાલૂ યાદવના પરિવારની સુરક્ષા ન વધારવામાં આવી કે ન ઘટાડવામાં આવી છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, રાબડી દેવીના આવાસ પર તૈનાત બિહાર સૈન્ય દળના કમાન્ડોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. તેનાથી નારાજ તેજસ્વી યાદવે, પૂર્વ મંત્રી તેજપ્રતાપ યાદવ અને રાબડી દેવીએ અંગરક્ષકની સેવાઓ લેવાનો ઇન્કાર કરી દીધો અને બુધવારની સવારે આવેલા સુરક્ષા ગાર્ડને પરત મોકલી દીધા હતા. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close