પાકિસ્તાન માટે બે વાર 'કાળ' બની ચૂકેલા 'ડકોટા'ની ફરીથી થઈ રહી છે વાયુસેનામાં એન્ટ્રી

ભારતીય વાયુસેનામાં ફરી એકવાર 'ડકોટા' ફાઈટર વિમાન સામેલ થવા જઈ રહ્યું છે. આ ફાઈટર વિમાને પાકિસ્તાન સાથે થયેલા  1947 અને 1971ના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Viral Raval Viral Raval | Updated: Feb 14, 2018, 08:35 AM IST
પાકિસ્તાન માટે બે વાર 'કાળ' બની ચૂકેલા 'ડકોટા'ની ફરીથી થઈ રહી છે વાયુસેનામાં એન્ટ્રી

નવી દિલ્હી: ભારતીય વાયુસેનામાં ફરી એકવાર 'ડકોટા' ફાઈટર વિમાન સામેલ થવા જઈ રહ્યું છે. આ ફાઈટર વિમાને પાકિસ્તાન સાથે થયેલા  1947 અને 1971ના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજા વિશ્વયુદ્ધના સમયનું આ સૈન્ય પરિવહન વિમાન લગભગ કબાડી જેવું થઈ ગયું હતું. જો કે હવે તેની મરમ્મત કરાવી લેવાઈ છે અને તે આગામી મહિનાથી વાયુસેનામાં સામેલ થઈ જશે. આ વિમાનને પુર્નજીવતિ કરવાનો કાર્યકાળ છ વર્ષ સુધી ચાલ્યો. જે બ્રિટનમાં હાથ ધરાયો. હવે તે વાયુસેનાના ઉત્તર પ્રદેશ સ્થિત હિંડન એરબેઝ પર 'વારસાગત કાફલા'નો ભાગ હશે. 

લદ્દાખ અને પૂર્વોત્તર વિસ્તારમાં દુશ્મનો પર નજર રાખતુ હતું આ વિમાન
આ વિમાન વાયુસેનાને રાજ્યસભા સાંસદ રાજીવ ચંદ્રશેખર તરફથી ભેંટમાં આપવામાં આવ્યું છે. આ સંબંધે એક કાર્યક્રમમાં ચંદ્રશેખરે વાયુસેનાના પ્રમુખ બી.એસ.ધનોઆને વિમાન સંબંધિત તમામ દસ્તાવેજો વેલેખ સોંપ્યાં. આ વિમાન સંબંધિત એક કિસ્સા અંગે વાયુસેનાના પ્રમુખે કહ્યું કે આ વિમાનને 1930માં તત્કાલિન રોયલ ઈન્ડિયન એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યું હતું. તે 12મી સ્કોડ્રોનનો ભાગ હતું. મુખ્ય રીતે લદ્દાખ અને પૂર્વોત્તર વિસ્તારોમાં કામ કરતું હતું. તેમણે કહ્યું કે 1947માં જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તો કાશ્મીર ઘાટીને બચાવવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. 

1947ના યુદ્ધમાં સેનાને ખુબ કામ આવ્યું હતું આ ડકોટા
ધનોઆએ કહ્યું કે સૈન્ય ઈતિહાસકાર પુષ્પિંદર સિંહે કહ્યું છે કે ડકોટાના કારણે જ પૂંછ હજુ આપણી પાસે છે. 1971ના યુદ્ધમાં ઢાકાના મોરચાને જલદી પતાવટ કરવામાં તેણે મદદ કરી હતી.

ડકોટાનું વાસ્તવમાં નામ ડગલસ ડીસી3 વિમાન છે અને 27 ઓક્ટોબર 1947 પહેલા ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તે આર્મીની 1 સિખ રેજીમેન્ટના સૈનિકોને લઈને શ્રીનગર પહોંચ્યું હતું. આ ઉપરાંત શરણાર્થીઓને કાઢવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. 

આ વિમાનને પરશુરામ નામ આપવામાં આવ્યું છે. તેનો નંબર વીપ905 હશે જે 1947ના યુદ્ધમાં જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવ્યા પહેલા પણ આ જ નંબર હતો. 

 

 

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close