પાલઘર: કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ ભીષણ આગમાં 3ના મોત, અનેક લોકો ફસાયાની આશંકા

ફેક્ટરીમાં વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે 10 કિલોમીટરના દાયરામાં પાલઘર, સાતપાટી, ચિંચણી જેવા વિસ્તારોમાં કંપની મહેસૂસ થયા. ઘટનાસ્થળથી માત્ર 20 કિમી દૂર તારાપુર ન્યૂક્લિયર પાવર સ્ટેશન છે. કહેવાય છે.

Viral Raval Viral Raval | Updated: Mar 9, 2018, 11:41 AM IST
પાલઘર: કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ ભીષણ આગમાં 3ના મોત, અનેક લોકો ફસાયાની આશંકા

મુંબઈ: મહારાષ્ટ્રના પાલઘર નજીક તારાપુરના મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) પરિસરમાં સ્થિત એક કેમિકલ ફેક્ટરીમાં ગુરુવારે મોડી રાતે ભીષણ આગ લાગી હોવાના અહેવાલો છે. આગમાં અનેક કર્મચારીઓ ફસાયેલા હોવાની આશંકા છે.આગમાં 3 લોકોના મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ફેક્ટરીના 5 મજૂરો ઘાયલ થયાની માહિતી મળી છે. કેમિકલ ફેક્ટરીમાં પહેલા વિસ્ફોટ થયો અને ત્યારબાદ આગ લાગી હતી.

ફેક્ટરીમાં વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે 10 કિલોમીટરના દાયરામાં પાલઘર, સાતપાટી, ચિંચણી જેવા વિસ્તારોમાં કંપની મહેસૂસ થયા. ઘટનાસ્થળથી માત્ર 20 કિમી દૂર તારાપુર ન્યૂક્લિયર પાવર સ્ટેશન છે.

રિપોર્ટ મુજબ આગની માહિતી મળતા જ ફાયરની 7 ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ હતી. એવી પણ માહિતી મળી છે કે આગના કારણે બીજી 6 ફેક્ટરીઓમાં પણ આગ ફેલાઈ ગઈ છે. આગ હજુ કાબુમાં આવી નથી.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close