રાજસ્થાન: આ જિલ્લાની 'ઉજ્જડ જમીન' પરથી મળ્યો 11.48 કરોડ ટન સોનાનો ભંડાર

રાજસ્થાનમાં વર્ષ 2010થી અત્યાર સુધી 8.11 કરોડ ટન તાંબાના ભંડારની શોધ થઇ ચૂકી છે. જેમાં તાંબાનું સરેરાશ સ્તર 0.38 ટકા છે. તે

Dushyant karnal Dushyant karnal | Updated: Feb 9, 2018, 07:48 PM IST
રાજસ્થાન: આ જિલ્લાની 'ઉજ્જડ જમીન' પરથી મળ્યો 11.48 કરોડ ટન સોનાનો ભંડાર

જયપુર: ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનના બાંસવાડા, ઉદેપુર જિલ્લામાં 11.48 કરોડ ટનના સોનાના ભંડારની શોધ કરવામાં આવી છે. ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગના મહાનિર્દેશક એન કુટુમ્બા રાવે સંવાદદાતાઓ સાથે વાતચીત કરતાં આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં સોનાના શોધની નવી સંભાવનાઓ સામે આવી છે, ઉદેપુર અને બાંસવાડા જિલ્લાના ભૂકિયા ડગોચામાં સોનાનો ભંડાર મળ્યો છે. તેમણે જણાવ્યું કે રાજસ્થાનમાં 35.65 કરોડ ટન લીડ અને ઝીંકના સંસાધન રાજપુર દરીબા ખનીજ પટ્ટીમાં મળી છે. આ ઉપરાંત ભીલવાડા જિલ્લાના સલામપુરા તથા તેની આસપાસના વિસ્તારમાં પણ લીડ અને ઝીંકના ભંડાર મળ્યા છે.

જુઓ વિડીયો

રાવના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં વર્ષ 2010થી અત્યાર સુધી 8.11 કરોડ ટન તાંબાના ભંડારની શોધ થઇ ચૂકી છે. જેમાં તાંબાનું સરેરાશ સ્તર 0.38 ટકા છે. તેમણે જણાવ્યું કે રાજસ્થાનના સિરોહી જિલ્લાના દેવાના બેડા, સાલિયોના બેડા અને બાડમેર જિલ્લાના સિવાના વિસ્તારમાં અન્ય ખનિજની શોધ કરવામાં આવી રહી છે. 

તેમણે કહ્યું કે પ્રદેશમાં ખાતર મીનરલ પોટાશ તથા ગ્લુકોનાઇટની શોધ માટે નાગૌર, ગંગાપુર (કરોલી) સવાઇ માધોપુરમાં ઉત્ખલનનું કામ ચાલી રહ્યું છે, આ જિલ્લામાં પોટાશ તથા ગ્લુકોનાઇટના ભંડાર મળવાથી ભારતની ખાતર મીનરલ પોટાશની આયાત પર નિર્ભરતા ઓછી થશે.