મન ભરીને નહીં કરી શકો તાજમહલનો દીદાર, લેવાયો મોટો નિર્ણય

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ) તાજમહેલના સંરક્ષણ માટે કેટલાક નવા પગલાં ભરી શકે છે

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 3, 2018, 04:57 PM IST
મન ભરીને નહીં કરી શકો તાજમહલનો દીદાર, લેવાયો મોટો નિર્ણય
આગરાના તાજમહેલનો સમાવેશ દુનિયાના સાત આશ્ચર્યમાં શામેલ છે (ફાઇલ ફોટો)

નવી દિલ્હી : ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ) તાજમહેલના સંરક્ષણ માટે કેટલાક નવા પગલાં ભરી શકે છે. આ નવા પગલાંમાં પર્યટકોની સંખ્યા પ્રતિ દિવસ 40,000 સુધી સિમીત કરવાનો તેમજ ફરવા માટે મહત્તમ સીમા ત્રણ કલાક સુધી કરવાનો નિયમ શામેલ છે. સંસ્કૃતિ સચિવ રવિન્દ્ર સિંહે 2 જાન્યુઆરીએ એએસઆઇના અધિકારીઓ, આગરા જિલ્લા પ્રશાસનના પ્રતિનિધીઓ તેમજ કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા બળના અધિકારીઓ સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક કરી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

મંત્રાલયના અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે ટિકિટના ઓનલાઇન અને ઓફલાઇન વેચાણ 40,000ની સંખ્યા પર અટકાવી દેવામાં આવશે. હાલમાં અહીં સંખ્યા મામલે કોઈ ચોક્કસ નિયમ નથી. જોકે જ્યારે પર્યટનની સિઝન પુરબહારમાં હોય ત્યારે આ સંખ્યા રોજની 60,000થી 70,000 થઈ જાય છે. 

અધિકારીઓએ માહિતી આપી છે કે પર્યટકોની સંખ્યા મર્યાદિત કરવાનો નિર્ણય નેશનલ એન્વાર્યમેન્ટલ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટમાં કરાયેલા સૂચન પર આધારિત છે. 

(ઇનપુટ એજન્સીમાંથી પણ)