VIDEO: CM ખટ્ટરનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-પરસ્પર અણબનાવ થતા રેપની FIR કરી દેવાય છે

દેશભરમાં મહિલાઓ સાથે વધી રહેલા અપરાધો વચ્ચે શનિવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે એક સંવેદનહીન અને શરમજનક નિવેદન કર્યું, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

VIDEO: CM ખટ્ટરનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-પરસ્પર અણબનાવ થતા રેપની FIR કરી દેવાય છે

નવી દિલ્હી: દેશભરમાં મહિલાઓ સાથે વધી રહેલા અપરાધો વચ્ચે શનિવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે એક સંવેદનહીન અને શરમજનક નિવેદન કર્યું, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. કહેવાય છે કે આ વીડિયો 15 નવેમ્બરનો છે. વીડિયોમાં સીએમ મનોહરલાલ ખટ્ટર રેપ જેવી ઘટનાઓ માટે મહિલાઓને દોષી ઠેરવતા જોવા મળ્યાં છે. સીએમ ખટ્ટર વીડિયોમાં કહેતા જોવા મળી રહ્યાં છે કે "રેપની ઘટનાઓ પહેલા પણ થતી હતી, પરંતુ આ મામલાઓને લઈને હવે ચિંતાઓ વધી ગઈ છે. રેપ અને છેડછાડની 80 થી 90 ટકા ઘટનાઓ જાણીતાઓ વચ્ચે થાય છે. આ લોકો ઘણા સમય સુધી એકસાથે ફરે છે, પછી એક દિવસ જ્યારે અણબનાવ થઈ જાય ત્યારે રેપની એફઆઈઆર કરી નાખે છે કે તેણે મારો રેપ કર્યો."

— ANI (@ANI) November 17, 2018

હરિયાણાના કાલકામાં એક કાર્યક્રમમાં દરમિયાન ખટ્ટરે કહ્યું કે રાજ્યમાં જ્યારે પણ રેપની  ઘટના સામે આવે છે ત્યારે લોકો  કહે છે કે રેપની ઘટનાઓ વધી ગઈ છે. તેમણે કહ્યું કે રેપની ઘટનાઓ વધી નથી, પહેલા પણ રેપ થતા હતાં પરંતુ હવે તેને લઈને ચિંતાઓ વધી ગઈ છે. ખટ્ટરે કહ્યું કે 80થી 90 ટકા મામલાઓમાં તે લોકો (પીડિતા અને આરોપી) એકબીજાને જાણતા હોય છે. પહેલા તેઓ સાથે ફરે છે, ત્યારબાદ અણબનાવ થાય ત્યારે રેપની એફઆઈઆર કરાવી દે છે. 

રેપને લઈને મનોહરલાલ ખટ્ટરના આ અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો આવી ચૂક્યા છે. વર્ષ 2014માં સીએમ ખટ્ટરે  કહ્યું હતું કે રેપ જેવી ઘટનાઓ પર રોક લગાવવા માટે છોકરીઓએ પોતાના પહેરવેશમાં  ફેરફાર કરવો પડશે. તેમણે એવા કપડાં ન પહેરવા જોઈએ જેનાથી શરીરના અંગો દેખાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news