રાજસમંદ: શંભૂલાલ રૈગરે જેલની અંદરથી જ બનાવી નાખ્યો વીડિયો

જેલ તંત્ર આ પ્રકારનો વીડિયો કઇ રીતે બન્યો તે મુદ્દે તપાસ કરી રહ્યું છે, મોબાઇલ ફોન કઇ રીતે પહોંચ્યો તે સવાલ

રાજસમંદ: શંભૂલાલ રૈગરે જેલની અંદરથી જ બનાવી નાખ્યો વીડિયો

જોધપુર : હત્યાનાં આરોપમાં જેલમાં બંધ શંભૂલાલ રેગર દ્વારા કથિત રીતે જેલની અંદર બનાવવામાં આવેલો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તેણે દાવો કર્યો છે કે તેને અન્ય કેદીઓથી જીવનું જોખમ છે. બીજા વીડિયોમાં તે લવ જેહાદનાં મુદ્દે પશ્ચિમ બંગાળનાં એક મજુરની હત્યાને યોગ્ય ઠેરવતો જોવા મળી રહ્યો છે. ગત્ત વર્ષે ડિસેમ્બરમાં પશ્ચિમ બંગાળનાં એક મજુર મોહમ્મદ અફરાઝુલને મારી નાખવાનાં આરોપમાં જેલમાં રહેલ રેગરે વીડિયોમાં કહ્યું કે, તેને એનડીપીએસ કાયદા હેઠળ જેલમાં બંધ વાસુદેવ નામનાં કેદીથી જીવનું જોખમ છે. રેગરે દાવો કર્યો કે વાસુદેવ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે.

બંન્ને વીડિયો રવિવારે મોડી રાત્રે સોશ્યલ મીડિયા પર સામે આવ્યા. એખ વીડિયોમાં રેગર કહે છે કે જોધપુર જેલમાં મોત થાય તે પહેલા મારો અંતિમ વીડિયો છે. હું તમામ હિન્દુઓને લવ જેહાદ માટે એક થવાનું કહું છું. હિન્દુઓને જાતીનાં નામે વહેંચાવું ન જોઇએ. વીડિયોમાં તેઓ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રીને પણ અપીલ કરતા જોવા મળી રહ્યા છે. એક વીડિયોમાં રોગર તેવું કહેતા જોવા મળી રહ્યો છે કે લવ જેહાદનો મુદ્દો ગંભીર થઇ ચુક્યો છે.

રાજસ્થાનનાં ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે, આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. જેલની અંદર રેગરને મોબાઇલ ફોન કઇ રીતે મળ્યો અને વીડિયો કઇ રીતે બનાવ્યો તે અંગે ફરિયાદ દાખલ કરી લેવામાં આવી છે અને આ મુદ્દે તપાસ ચાલી રહી છે. જોધપુર કેન્દ્રીય કારાગાર તંત્રએ કહ્યું કે, તેણે આ મોબાઇલ ફોનમાં વીડિયો બનવા અને વાઇરલ થવા અંગેની તપાસ ચાલુ કરી દીધી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે રેગરે કોઇ અન્ય કેદીનાં મોબાઇલનો ઉપયોગ કર્યો હોય. જો કે રેગર પાસેથી કોઇ મોબાઇલ મળી આવ્યો નથી. હાલ તપાસ ચાલી રહી છે. ઉપરાંત રેગરની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news