ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન, કહ્યું-'હું PM મોદીનો આલોચક નથી, પરંતુ......'

શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેઓ આલોચક નથી પરંતુ જ્યારે પણ કોઈ વાત સાથે સહમત નહીં થાય ત્યારે તેઓ પોતાની વાત ચોક્કસપણે રજુ કરશે.

ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન, કહ્યું-'હું PM મોદીનો આલોચક નથી, પરંતુ......'

મુંબઈ: શિવસેનાએ એકવાર ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેઓ આલોચક નથી પરંતુ જ્યારે પણ કોઈ વાત સાથે સહમત નહીં થાય ત્યારે તેઓ પોતાની વાત ચોક્કસપણે રજુ કરશે. ઠાકરેએ કહ્યું કે જો આપણે હિન્દુ તરીકે સાથે આવીશું તો મતોનું વિભાજન થશે નહીં. પરંતુ વિચારો અને દ્રષ્ટિકોણમાં મતભેદ હશે ત્યારે એ સવાલ ઉઠે છે કે અસલી હિન્દુ કોણ છે.

કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેના પોતાના મુખપત્ર સામનામાં વડાપ્રધાન અને તેમની પાર્ટી પર નિશાન સાધતી હોય છે. રાજ્યસભા સાંસદ અને સામનાના કાર્યકારી સંપાદક સંજય રાઉતના મરાઠી પુસ્તર જીઓએફના વિમોચન પર ઠાકરેએ કહ્યું કે તેમના પિતાએ  તેમને શિખવાડ્યું છે કે પોતાના મનની વાત કહો. ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો શ્રેય મેળવનારા સંઘના નેતા સુનિલ દેવધર પણ આ કાર્યક્રમમાં હાજર હતાં. તેમણે કહ્યું કે' હું મોદીનો આલોચક નથી પરંતુ હું જે મુદ્દા પર સહમત નથી તેના ઉપર બોલીશ'.

અસલ હિન્દુ કોણ?
ઠાકરેએ કહ્યું કે જો આપણે હિન્દુ તરીકે સાથે આવીશું તો મતોનું કોઈ વિભાજન થશે નહીં. પરંતુ વિચારો અને દ્રષ્ટિકોણમાં મતભેદ હશે ત્યારે સવાલ ઉભો થાય છે કે અસલ હિન્દુ કોણ છે.

મોદી ખાલી હાથ આવ્યા
આ ઉપરાંત સામનામાં શિવસેનાએ વડાપ્રધાનના વિદેશ પ્રવાસ ઉપર પણ કટાક્ષ કર્યો. સામનાના સંપાદકીયમાં કહેવાયું છે કે વડાપ્રધાન ઈંગ્લેન્ડથી ખાલી હાથ આવ્યાં જ્યારે ઈંગ્લેન્ડમાં જ ભારતનો ભાગેડુ વિજય માલ્યા શાનથી રહે છે. શિવસેનાએ કહ્યું કે સમગ્ર પ્રવાસમાં પીએમએ એકવાર પણ વિજય માલ્યાનું નામ લીધુ નથી. પરંતુ દેશમાં તેઓ કહ્યાં કરે છે કે ભાગેડુઓને દેશ પાછા લાવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news