બંગાળાની ખાડીમાં પહોંચ્યુ તિતલી વાવાઝોડું: ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં મચાવ્યો આંતક, 2ના મોત

ખબુજ પ્રચંડ ભયાનક વાવાઝોડું તિતલી ગુરૂવારે આંધ્ર પ્રદેશમાં બે લોકોના મોત થયા છે અને સાથે જ શ્રીકાકુલમ જિલ્લામાં મોટા પ્રમાણમાં ભારે વિનાશ મચાવ્યો છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ (એસડીએમએ) જણાવ્યું હતું કે તોફાનના કારણે શ્રીકાકુલમ જિલ્લામાં ભારે વરસાદ થયો જેમાં ઘણા ઝાડ અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે. જિલ્લામાં ઘણા વિસ્તારોમાં બે સેન્ટીમીટરથી લઇ 26 સેમી સુધી વરસાદ નોંધાયો છે. મોટા પ્રમાણમાં રોડ સંપર્ક તૂટી ગયો છે.

Ketan Panchal - | Updated: Oct 11, 2018, 03:59 PM IST
બંગાળાની ખાડીમાં પહોંચ્યુ તિતલી વાવાઝોડું: ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં મચાવ્યો આંતક, 2ના મોત

અમરાવતી: ખબુજ પ્રચંડ ભયાનક વાવાઝોડું તિતલી ગુરૂવારે આંધ્ર પ્રદેશમાં બે લોકોના મોત થયા છે અને સાથે જ શ્રીકાકુલમ જિલ્લામાં મોટા પ્રમાણમાં ભારે વિનાશ મચાવ્યો છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ (એસડીએમએ) જણાવ્યું હતું કે તોફાનના કારણે શ્રીકાકુલમ જિલ્લામાં ભારે વરસાદ થયો જેમાં ઘણા ઝાડ અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે. જિલ્લામાં ઘણા વિસ્તારોમાં બે સેન્ટીમીટરથી લઇ 26 સેમી સુધી વરસાદ નોંધાયો છે. મોટા પ્રમાણમાં રોડ સંપર્ક તૂટી ગયો છે.

આંધ્રમાં ટ્રાફિક પર અસર
રાજ્ય રોડ પરિવહન નિગમે ઘણા સ્થળો પર ઝાડ ધરાશયી થવાથી રસ્તાઓ બંધ થઇ ગયા છે જેના કારણે બસ સેવાઓ અટકાવી દેવામાં આવી છે. શ્રીકાકુલમથી સંબંધ ધરાવતા પરિવહન મંત્રી અત્ચનનાયડૂએ અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું અને ત્યાંની પરિસ્થિતિ પર ધ્યાન આપી રહ્યાં છે. મુખ્યમંત્રી એન ચંદ્રબાબૂ નાયડૂએ જિલ્લા અધિકારીઓની સાથે ટેલી-કોન્ફ્રેન્સ કર્યો અને તેમને હાઇ અલર્ટ પર રહેવા માટે કહ્યું હતું.

બચાવકાર્યમાં જોડાઇ NDRF અને SDRFની ટીમો
નાયડૂએ કહ્યું, હવેથી દરેક કલાલ મહત્વપૂર્ણ છે. ધ્યાન રાહતના પગલા અને સંચાર નેટવર્ક પુનઃસ્થાપિત કરવા પર હોવું જોઇએ. ભારે બીમારીઓ ફેલાવવા રોકવા માટે દેખરેખ રાખવામાં આવે. એનડીઆરએફ અને એસડીઆરએફના દળોને રાહત તેમજ બચાવ કાર્ય માટે શ્રીકાકુલમ અને પડોસી વિજયનગરમ જિલ્લામાં તૈનાત કરવામાં આવ્યા છે.

SDMAએ જાહેર કર્યો ટોલ ફ્રિ નંબર
એસડીએમએએ મુશ્કેલીમાં ફસાયેલા લોકોની મદદ કરવા માટે ટોલ ફ્રિ નંબર 18004250101 જાહેર કર્યો છે જ્યારે ત્રણ ઉત્તર કોસ્ટલ જિલ્લામાં નિયંત્રણ કક્ષ ચાલુ કરવામાં આવ્યું છે.

ઓડિશાના 8 જિલ્લા થયા પ્રભાવિત
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તિતલી વાવાઝોડું દક્ષિણ ઓડિશા-ઉત્તરી આંધ્ર પ્રદેશના કોસ્ટલ વિસ્તાર સુધી પહોંચી ગયું હતું જેમાં ઓડીશાના આઠ જિલ્લા, ગંઝમ, ગઝપતિ, ખૂર્દા, પૂરી, જગતસિંહપુર, કેન્દ્રપડા, ભદ્રક અને બાલસોરમાં ભારે વરસાદ થયો અને મોટા પ્રમાણાં ઝાડ ધરાશાયી થયા હતા. ત્રણ લાખ લોકોને ત્યાંથી સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. 

ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ
ઓડિશાના બાલાસોરમાં 117 મિલીમીટર સુધી ભારે વરસાદ થયો અને પારાદીપમાં 111 મિલીમીટર વરસાદ નોંધાયો છે. હવામાન સંબંધી ભવિષ્યવાણી કરનારી કંપની સ્કોઇમેટે કહ્યું હતું કે ગોપાલપુર, જ્યાં વાવાઝોડૂ પહોંચ્યું છે. ત્યાં અત્યાર સુધીમાં 97 મિલીમીટર વરસાદ થયો છે અને આ ક્ષેત્રમાં ભારે વરસાદ થવાની આશંકા છે.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close