જમ્મુ-કાશ્મીરઃ શોપિયાંમાં આતંકવાદી હુમલામાં 3 પોલીસ કર્મચારીનાં મોત, 1 ગંભીર

પીટીઆઈના સમાચાર મુજબ શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ લઘુમતી કોમની સુરક્ષા કરી રહેલા પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો

જમ્મુ-કાશ્મીરઃ શોપિયાંમાં આતંકવાદી હુમલામાં 3 પોલીસ કર્મચારીનાં મોત, 1 ગંભીર

શોપિયાં: જમ્મુ-કાશ્મીરમાં આજે થયેલા એક આતંકવાદી હુમલામાં ત્રણ પોલીસ કર્મચારીનાં મોત થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, શોપિયાં જિલ્લામાં થયેલી આ ઘટનામાં આતંકવાદીઓ પોલીસનાં હથિયાર લઈને ભાગી છૂટ્યા હતા. 

અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસ કર્મચારીઓ જિલ્લાના એક વિસ્તારમાં રહેતા લઘુમતીઓને સુરક્ષા પૂરી પાડી રહ્યા હતા. 

પોલીસે વધુ વિગતો આપતા જણાવ્યું કે, શોપિયાં જિલ્લાના ઝેનપોરા ગામમાં આ ઘટના ઘટી હતી. અહીં ચાર પોલીસ કર્મચારીઓ એક ગાર્ડ રૂમમાં બેઠા હતા. 

મૃતકોમાં અબ્દુલ મજીદ, મંઝુર અહેમદ અને મોહમ્મદ અમીનની ઓળખ થઈ ગઈ છે.

હુમલામાં ઘાયલ થયેલા ચોથા પોલીસ કર્મચારીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેની સ્થિતી ગંભીર હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. 

પ્રાપ્ત માહિતી મુજબ, આતંકવાદીઓ આ પોલીસ કર્મચારી પર હુમલો કર્યા બાદ તેમના હથિયાર લઈને નાસી છુટ્યા હતા. જોકે, અહીં રહેતા લઘુમતી પરિવારો સંપૂર્ણ સુરક્ષિત હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news