રામ મંદિર પર પવન શર્માએ સ્ફોટક નિવેદન આપતા JDU હચમચી ગયું

રામ મંદિરના મુદ્દા પર જેડીયુ હંમેશાથી ખુદને સોફ્ટ સ્ટેન્ડ પર રાખતું આવ્યું છે. પરંતુ પહેલીવાર એવું બન્યું છે કે, જેડીયુ નેતાએ રામ મંદિરને લઈને નિવેદન આપ્યું છે. જોકે, નેતાના આ નિવેદનથી પાર્ટી હચમચી ગઈ છે. 

રામ મંદિર પર પવન શર્માએ સ્ફોટક નિવેદન આપતા JDU હચમચી ગયું

એનડીએમાં રહીને પણ જેડીયુ હંમેશા પોતાની છબી એક ધર્મનિરપેક્ષ પાર્ટી તરીકે બનાવી રાખવાનો પ્રયાસ કરે છે. સાથે જ રામ મંદિરના મુદ્દા પર જેડીયુ હંમેશાથી ખુદને સોફ્ટ સ્ટેન્ડ પર રાખતું આવ્યું છે. પરંતુ પહેલીવાર એવું બન્યું છે કે, જેડીયુ નેતાએ રામ મંદિરને લઈને નિવેદન આપ્યું છે. જોકે, નેતાના આ નિવેદનથી પાર્ટી હચમચી ગઈ છે. 

હકીકતમાં, જેડીયુના વરિષ્ઠ નેતા પવન વર્માએ રામ મંદિરને લઈને મોટું નિવેદન આપ્યું છે. જોકે, આ નિવેદન બાદ જેડીયુમાં ખળભળાટ મચ્યો છે. કેમ કે, રામ મંદિર મુદ્દા પર નીતિશ કુમાર હંમેશાથી સોફ્ટ કોર્નરમાં જોવા મળ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જેડીયુના વરિષ્ઠ નેતા પવન વર્માએ કહ્યું કે, તેઓ હિન્દુ છે અને જો રામ મંદિર બને છે, તો તેમને બહુ જ ખુશી થશે. સાથે જ તેમણે કહ્યું કે, જો રામ મંદિર બને છે તો તેનાથી દેશનું હિત થશે, અને સાથે જ લાખો-કરોડો હિન્દુઓને પણ લાભ થશે.

તેમનું માનવું છે કે, આ મામલાને સુપ્રિમ કોર્ટને બદલે આપસમાં વાતચીત કરીને જ સોલ્વ કરવી જોઈએ. તેમણે નિવેદનમાં કહ્યું કે, કોઈ પણ સંજોગોમાં અયોધ્યામાં રામ મંદિર બનાવવું જોઈએ. અયોધ્યાના આ વિવાદમાંથી હવે નીકળવાની જરૂર છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે, તે જબરદસ્તી ન થવું જોઈએ. 

તેમણે કહ્યું કે, રામ મંદિરનું નિર્માણ લોકોની સહમતીથી થવું જોઈએ. આ કામ ક્યારેય જબરદસ્તીથી કરી શકાતુ નથી. આવામાં જેડીયુ પણ તેનું સમર્થન કરશે. હુ એક હિન્દુ છું. તેથી જો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય છે તો તેઓ બહુ જ ખુશ થશે. 

જોકે, જેડીયુ નેતા પવન વર્માના આ નિવેદન બાદ પાર્ટી ખુદને અસહજ અનુભવી રહી છે. તેથી હવે પાર્ટી તરફથી પ્રતિક્રિયા આવવા લાગી છે. જેડીયુના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે, રામ મંદિર પર અમારી પાર્ટીનું સ્ટેન્ડ પહેલેથી જ ક્લિયર છે. પવન વર્મા બૌદ્ધિક વિસ્ફોટ કરી રહ્યાં છે. આ મુદ્દો બંને પક્ષોની સહમતિથી નક્કી થાય, કે સુપ્રિમ કોર્ટની વાત માનવી પડે.  

નીરજ કુમારે કહ્યું કે, રામ મંદિર પર પવન વર્માનું નિવેદન વ્યક્તિગત વિચાર છે. તેનું પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. તો જેડીયુના મહાસચિવ શ્યામ રજકે પણ કહ્યું કે, પવન વર્માએ આ મુદ્દે છોડીને અન્ય કોઈ મુદ્દે વાત કરવી જોઈએ. જો મામલે સુપ્રિમ કોર્ટમાં ચાલે છે, તો તેના પર ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. 

તેમણે કહ્યું કે, જ્યારે તેઓ રાજ્યસભાના સદસ્ય હતા ત્યારે તેમણે આ મુદ્દે બોલવું જોઈએ. હવે આ મુદ્દે બોલવાની કોઈ આવશ્યકતા નથી. તેમણે આ બંને પક્ષોની વચ્ચે આવવાની કોઈ જરૂર નથી. જ્યારે સુપ્રિમ કોર્ટમાં મામલો ચાલે જ છે. 

ઉલ્લેખનીય છે કે, પવન વર્મા અનેક પ્રસંગોએ પાર્ટીની લાઈનથી હટીને નિવેદન આપી ચૂક્યા છે. જેનાથી તેમના નિવેદન પર જેડીયુ પાર્ટીને ખુદને સફાઈ દેવી પડી છે. આ પહેલા પણ તેમણે ઈલેક્શન કમિશનની આલોચના કરી હતી. જેના બાદ કે.સી.ત્યાગીને સફાઈ આપતા કહેવું પડ્યું હતું કે, તેમના નિવેદનથી પાર્ટીને કોઈ લેવાદેવા નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news