પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી દિલ્હીની વચ્ચે શરૂ થઇ શાનદાર ટ્રેન, જુઓ નવો લુક

મુસાફરોની સુવિદાઓને ધ્યાનમાં રાખી આ ટ્રેનમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનના એસી કોટને વધારે સુંદર અને આરામદાયક બનાવવામાં આવ્યા છે. આજથી ફેરફાર કરેલા રૂપમાં ટ્રેનનું સંચાલન કરવામાં આવ્યું છે.

પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી દિલ્હીની વચ્ચે શરૂ થઇ શાનદાર ટ્રેન, જુઓ નવો લુક

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી નવી દિલ્હીની વચ્ચે ચાલતી કાશી વિશ્વનાથ એક્સપ્રેસની કાયપલટ કરવામાં આવી છે. આ ટ્રેન દ્વારા મુસાફરી કરવા માટે તે વધુ આનંદપ્રદ હશે. મુસાફરોની સુવિદાઓને ધ્યાનમાં રાખી આ ટ્રેનમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનના એસી કોટને વધારે સુંદર અને આરામદાયક બનાવવામાં આવ્યા છે. આજથી ફેરફાર કરેલા રૂપમાં ટ્રેનનું સંચાલન કરવામાં આવ્યું છે.

દિલ્હીથી વારણસી પહોંચ્યાની વચ્ચે આ ટ્રેન પ્રતાપગઢ, રાયબરેલી, લખનઉ, બરેલી અને મુરાદાબાદ થઇને પસાર થાય છે અને ત્યાં રોકાય પણ છે. આ રૂટની VIP ટ્રેન છે જે 16:15 કલાકમાં મુસાફરીને પૂરી કરે છે. સહયોગી વેબસાઇટ ઝી બિઝના અનુસાર, કાશી વિશ્વનાથ એક્સપ્રેસના ફર્સ્ટ એસી કોચમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

કોચની અંદરની દિવારો પર વારાણસીના ઘાટની તસવીરો લગાવવામાં આવી છે. ઇન્ટીરિયરને ખૂબ સુંદર બનાવવામાં આવ્યું છે. આ ટ્રેનના શૌચાલયમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. વિનાઇલ રેપિંગ દ્વારા શૌચાલયોને શણગારવા સાથે, આંતરિકમાં ઘણાં ફેરફારો કરવામાં આવ્યા છે.

પિયુષ ગોયલ રેલ્વે પ્રધાન બન્યા ત્યારથી તેમના પ્રયત્નો રેલ્વેની સૌંદર્ય અને ચમક લાવવા રહયાં છે. તેથી મોટાભાગની ટ્રેનોનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય, સ્ટેશનોને સ્વચ્છ અને વધુ સુંદર બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઘણા રસ્તાઓ પર હજુ પણ ઈલેક્ટ્રિફિકેશનનું કોઈ કાર્ય થયું નથી. તેમનો પ્રયત્ન આ લક્ષ્યને જલ્દીથી જલ્દી પ્રાપ્ત કરવાનો છે.

તાજેતરમાં તેમણે ટ્વિટર પર તિરુપતિ બાલાજી સ્ટેશનના યાત્રાળુઓ માટે અતિથી લોજની એક તસવીર શેર કરી હતી. મુસાફરો માટે ખૂબ જલ્દી જ ખોલવામાં આવશે. તસવીર શેર કરતી વખતે તેમણે લખ્યું હતું કે તે રેલવે સ્ટેશન છે પાંચ સ્ટાર હોટેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news