કેરળમાં સ્થિતી વણસી, ભુસ્ખલન બાદ અનેક વિદેશીઓ સહિત 60 લોકો ફસાયા

મુન્નાર રિસોર્ટમાં આશરે 60થી વધારે લોકો ફસાયા, લશ્કરની મદદથી તેમને કાઢવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે

Updated: Aug 10, 2018, 04:46 PM IST
કેરળમાં સ્થિતી વણસી, ભુસ્ખલન બાદ અનેક વિદેશીઓ સહિત 60 લોકો ફસાયા

કેરળ : કેરળમાં વરસાદના કારણે કાળો કેર વર્તાઇ રહ્યો છે. રાજ્યમાં વરસાદ અને તોફાને તબાહી મચાવી છે અને હવે પ્રખ્યાત પર્યટનન સ્થળ મુન્નારમાં 60 લોકો ફસાયેલા હોવાનાં સમાચાર છે. પુરના કારણે ઝડુક્કી ડેમના પાંચ શટર ખોલી દેવામાં આવ્યા છે. બીજી તરફ રાહત અને બચાવ કાર્ય માટે આર્મીની કુલ આઠ ટીમો લગાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત્ત 24 કલાકનાં અલગ અલગ હિસ્સાઓમાં સતત થઇ રહેલા વરસાદના કારણે 26 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જ્યારે 4 લોકો હોસ્પિટલમાં હોવાની માહિતી મળી રહી છે. 

મુન્નારના એર રિસોર્ટમાં આશરે 60 લોકો ફસાયા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમાં કેટલાક વિદેશીઓ પણ છે. રિસોર્ટ સુધી જનાર રસ્તો ભુસ્ખલન બાદ દબાઇ ગયો છે. જેના કારણે રિસોર્ટ સાથેનો સંપર્ક કપાઇ ચુક્યો છે. આ કારણે ત્યાં લોકો ફસાઇ ગયા છે. તેમને કાઢવા માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થિતીને જોતા અમેરિકાએ પહેલા જ પોતાના નાગરિકોને કેરળ નહી જવા માટેની સલાહ આપી ચુક્યું છે. 

બીજી તરફ ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારે વરસાદથી પ્રભાવિત કેરળને કેન્દ્રની તરફથી જરૂરી સહાય આપવામાં આવશે. લોકસભામાં શૂન્યકાળ દરમિયાન કેરળથી ચૂંટાયેલા સભ્યો દ્વારા કેરળને વિશેષ પેકેજની માંગ પણ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર પાસે વિશેષ આર્થિક પેકેજની માંગ બાદ રાજનાથ સિંહે કહ્યું કે, તેઓ કેરળના મુખ્યમંત્રી સાથે વાત કરશે. 

ગૃહમંત્રીએ કહ્યું કે, તેમણે પોતાના સહયોગી મંત્રી કિરણ રિજિજુને સ્થિતીની માહિતી મેળવવા માટે રાજ્યની મુલાકાતે મોકલ્યા છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર જે પ્રકારે સહયોગની જરૂર હશે કેન્દ્ર દ્વારા આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે, કેરળના મુખ્યમંત્રી સાથે તેઓ સતત સંપર્કમાં છે અને તેઓ કેન્દ્ર દ્વારા અપાઇ રહેલી મદદથી સંતુષ્ટ છે.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close