સબરીમાલા મંદિરના કપાટ ખુલે તે પહેલા જ ભારે તણાવ, અનેક પ્રદર્શનકારીઓની અટકાયત

કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરના દરવાજા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આજે ખુલવાના છે. ભગવાન અયપ્પાની માસિક પૂજા માટે આજે મંદિરના દ્વાર ખુલશે.

સબરીમાલા મંદિરના કપાટ ખુલે તે પહેલા જ ભારે તણાવ, અનેક પ્રદર્શનકારીઓની અટકાયત

તિરુવનંતપુરમ/દિલ્હી: કેરળના સબરીમાલા મંદિરના કપાટ આજે સાંજે પાંચ વાગે ખુલશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ મંદિરમાં પહેલીવાર 10થી 50 વર્ષની બાળકીઓ અને મહિલાઓને પ્રવેશ મળી શકશે. જો કે સુપ્રીમના ચુકાદાને લઈને કેરળમાં સંગ્રામ છેડાઈ ગયો  છે. પાંચ દિવસની માસિક પૂજા માટે આજે અયપ્પા સ્વામી મંદિરન ખુલે તે પહેલા તેના બે મુખ્ય રસ્તાઓ, નિલક્કલ અને પમ્બા પર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ જમા છે. મોટી સંખ્યામાં પોલીસની તહેનાતી હોા છતાં દર્શન માટે જઈ રહેલી મહિલાઓને પાછી ધકેલવામાં આવી રહી હોવાના અહેવાલ છે. આ સાથે મીડિયા અને પોલીસના વાહનો ઉપર પણ પથ્થરમારો થઈ હોવાના રિપોર્ટ્સ છે. પોલીસે નલક્કલ અને પમ્બામાં વિરોધ કરી રહેલા ત્રાવણકોર દેવાસમ બોર્ડના પૂર્વ અધ્યક્ષ સહિત 50 લોકોને કસ્ટડીમાં લીધા છે. 

— ANI (@ANI) October 17, 2018

દર્શન માટે આવેલી મહિલા પાછી ફરી
આંધ્ર પ્રદેશની એક મહિલાને પ્રદર્શનના કારણે આજે ભગવાન અયપ્પા સ્વામીના દર્શન કર્યા વગર પમ્બા પાછા ફરવું પડ્યું. આંધ્ર પ્રદેશની પૂર્વ ગોદાવરી જિલ્લા નિવાસી માધવી સુપ્રીમના ચુકાદા બાદ સબરીમાલા પહાડી પર ચઢનારી પહેલી રજસ્વલા આયુવર્ગની મહિલા છે. પમ્બા અને આસપાસના ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં પોલીસની તહેનાતી છે. માધવીએ આજે સવારે પરિવાર સાથે સ્વામી અયપ્પન રોડથી મંદિર પરિસર પહોંચવાનો પ્રયત્ન કર્યો પરંતુ પ્રદર્શનકારીઓએ તેમનો રસ્તો રોક્યો, જેના કારણે તેણે પાછા ફરવું પડ્યું. પોલીસે માધવી અને તેના પરિવારને સુરક્ષા આપી અને આગળ વધવા માટે રસ્તો પણ તૈયાર કર્યો. પરંતુ થોડે સુધી ચાલ્યા બાદ માધવી અને તેના પરિવારે પાછા ફરવાનો નિર્ણય લીધો. કારણ કે અયપ્પા ધર્મ સેનાના ગુસ્સાથી લાલચોળ કાર્યકર્તાઓએ તેમને ઘેરી લીધા અને પાછા જવાનું કહેવા લાગ્યાં હતાં. 

 

— ANI (@ANI) October 17, 2018

મહિલા પત્રકારોને બનાવી નિશાન
કેટલાક પ્રદર્શનકારીઓએ બસો પર પથ્થરમારો કર્યો તો કેટલાકે મીડિયાકર્મીઓને નિશાન બનાવ્યાં. એક મીડિયાની વેન સાથે તોડફોડ કરવામાં આવી છે. પોલીસ બેઝકેમ્પથી પ્રદર્શનકારીઓને હટાવી રહી છે. 
 

— ANI (@ANI) October 17, 2018

ટીડીબીએ બોલાવી મહત્વની બેઠક
આ અગાઉ સબરીમાલા મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર ગણાતા નિલાક્કલમાં તણાવ જોવા મળ્યો. મંગળવારે ભક્તોએ પ્રતિબંધિત ઉમરની મહિલાઓને લઈને મંદિર તરફ જતા વાહનોને રોક્યા હતાં. આ મુદ્દાના સમાધાન માટે ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (ટીડીબી)એ મંગળવારે એક મહત્વની બેઠક બોલાવી હતી, જેમાં કોઈ સહમતિ બની શકી નહતી. મુખ્યમંત્રી પિનારાઈ વિજયને મંદિરમાં પ્રવેશતા શ્રદ્ધાળુઓને રોકવાની કોશિશ કરનારાઓને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. 

મહિલાઓના જૂથોએ રોક્યા વાહન
મંગળવારે પહાડ પર સ્થિત સબરીમાલા મંદિરથી લગભગ 20 કિમી દુર બેઝ કેમ્પ નિલાકલમાં પરંપરાગત સાડી પહેરીને  કેટલી મહિલાઓ વાહનો રોકતી જોવા મળી હતી. જેમાં સિનિયર સિટીઝન પણ સામેલ હતાં. પ્રાઈવેટ વાહનો ઉપરાંત શ્રદ્ધાળુઓએ કેરળ રાજ્યપથ પરિવહન નિગમની બસો પણ રોકી અને તેમાથી યુવતીઓને બહાર નીકળવાનું જણાવ્યું. જ્યારે આ ઘટનાઓ ઘટી ત્યારે ખુબ ઓછા પોલીસકર્મીઓ હાજર હતાં. 

सुप्रीम कोर्ट के फैसले के बाद आज खुलेगा सबरीमाला मंदिर, तनाव की स्थिति

22 ઓક્ટોબરના રોજ બંધ થયા હતાં મંદિરના કપાટ
એક મહિલા આંદોલનકારીએ જણાવ્યું કે પ્રતિબંધિત ઉમર 10થી 50 વર્ષની મહિલાઓને નિલાકલથી આગળ જવા દેવામાં આવશે નહીં અને તેમને મંદિરમાં પૂજા પણ નહીં કરવા દેવાય. મંદિરને મલયાલમ થુલામ મહિનામાં પાંચ દિવસની માસિક પૂજા બાદ 22 ઓક્ટોબરે બંધ કરી દેવાયું હતું. 

મુખ્યમંત્રીએ આપી છે ચેતવણી
મુખ્યમંત્રી પિનારાઈ વિજયને મંદિરમાં ભક્તોને પ્રવેશતા રોકવાની કોશિશ કરનારાઓને સ્પષ્ટપણે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે અમે બધાની સુરક્ષા સુનિશ્ચિત કરીશું. કોઈને પણ કાયદો હાથમાં લેવાની મંજૂરી નહીં અપાય. મારી સરકાર સબરીમાલાના નામ પર કોઈ હિંસા થવા દેશે નહીં. મુખ્યમંત્રીએ કહ્યું કે શ્રદ્ધાળુઓને સબરીમાલામાં જતા રોકનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર  પુર્નવિચાર  નહીં કરવાની માગણી પર સરકારના નિર્ણય પર ફરી વિચાર કરવાની સંભાવનાને પણ ફગાવી. વિજયને કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન કરીશું. 

सबरीमाला मंदिर खुलने से पहले तनाव, बेस कैंप में भक्तों ने महिलाओं को रोका

પક્ષકારોની બેઠકમાં સહમતિ ન બની
બીજી બાજુ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવાના જટિલ અને સંવેદનશીલ મુદ્દાના સમાધાન માટે ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (ટીડીબી)એ મંગળવારે એક મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં કોઈ સહમતિ બની શકી નહીં. જો કે ભગવાન અયપ્પાના મંદિર સહિત રાજ્યના 1200થી વધુ મંદિરોના મેનેજમેન્ટને જોઈ રહેલા બોર્ડે કહ્યું કે પક્ષકારો સાથે વાતચીત ચાલુ રહેશે. જેથી કરીને કોઈ સમાધાન નીકળી શકે. 

બોર્ડે ચુકાદાના પુર્નવિચાર માટે તૈયાર ન થવાના પોતાના પહેલાના વલણથી એક રીતે બાજુ હટતા સંકેત આપ્યો કે 19 ઓક્ટોબરના રોજ થનારી બેઠકમાં મામલો ઉઠાવવામાં આવશે. બેઠકમાં મંદિર મેનેજમેન્ટ સાથે જોડાયેલા વિભિન્ન પક્ષકારોએ ભાગ લીધો જેમાં મંદિરના તંત્રી (પ્રમુખ પૂજારી) પંડાલમ શાહી પરિવારના સભ્ય, અયપ્પા સેવા સમાજમ, અને યોગ ક્ષેમ સભાના સભ્ય સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news