સંસદમાં ત્રિપલ તલાક બિલ પાસ કરાવવાનો પૂરતો પ્રયાસ કરીશું: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના ઓડિશા પ્રવાસ દરમિયાન તાલચર પહોંચીને ફર્ટિલાઈઝર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો.

સંસદમાં ત્રિપલ તલાક બિલ પાસ કરાવવાનો પૂરતો પ્રયાસ કરીશું: પીએમ મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના ઓડિશા પ્રવાસ દરમિયાન તાલચર પહોંચીને ફર્ટિલાઈઝર પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો. તેમણે આ દરમિયાન કહ્યું કે લોકોએ પ્રોજેક્ટ પૂરો થવાની આશા છોડી દીધી હતી. હું 36 મહિના બાદ અહીં આવીને પ્લાન્ટનું ઉદ્ધાટન કરીશ. તેમણે કહ્યું કે અમારો હેતુ ભારતને નવી ઊંચાઈ પર લઈ જવાનો છે.અહીંના ફર્ટિલાઈઝર પ્લાન જેવા પ્રોજેક્ટ ભારતના વિકાસનું મુખ્ય કેન્દ્ર છે. આ પ્લાન્ટ અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. પીએમ મોદીએ કહ્યું કે આયુષ્યમાન યોજના હેઠળ ગરીબ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફત કરાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. 

તેમણે કહ્યું કે, અમારી નીતિ સ્પષ્ટ અને નિયર સાફ છે. નિયત સાફ હોય તો દેશના વિકાસની દશા બદલે છે. જ્યારે નિયત સાફ હોય તો આવા નિર્ણય લેવામાં આવે છે, જેને લેવાની શક્તિ બીજામાં દેખાતી નથી. 

ત્રણ તલાક પર બોલ્યા મોદી
પીએમ મોદીએ કહ્યું કે, અમારી સરકારે સંસદમાં ત્રણ તલાક બિલ પાસ કરાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેને રાજ્યસભામાં રોકવામાં આવ્યું. વોટ ગુમાવવાના ડરથી કોઈએ પહેલ ન કરી. ત્રણ તલાકે મુસ્લિમ મહિલાઓની જિંદગી બરબાદ કરી છે. અમારી સરકાર મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકની કુપ્રથાના ચુંગલમાંથી બહાર કાઢવા માટે પ્રતિબદ્ધ છે. તેથી અધ્યાદેશ લાવીને તેને દંડનીય અને ગેરકાયદેસર કરી દેવામાં આવ્યું છે. અમારા પ્રયાસ રહેશે કે તેને સંસદમાં પાસ કરાવવામાં આવે. 

ओडिशा LIVE : पीएम मोदी बोले, 'हमारी नीति और नीयत साफ है'

ગરીબોની મફત સારવાર
પીએમ મોદીએ કહ્યું કે, આયુષ્યમાન યોજના અંતર્ગત ગરીબ લોકોને પાંચ લાખ રૂપિયા સુધી મફત સારવાર આપવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. હું અહીંથી નવીન બાબુને આગ્રહ કરીશ કે, ઓડિશાના ગરીબો સુધી ભારત સરકારની આયુષ્યમાન યોજના પહોંચાડવા માટે તેનાથી જોડાય. રાજ્યમાં 5 નવા મેડિકલ કોલેજ ખોલવામાં આવી રહ્યાં છે. તેના માટે 570 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી રહી છે.  

દેશને નવી ઊંચાઈ પર લઈ જઈશું
તેમણે કહ્યું કે, અમારો હેતુ ભારતને નવી ઊંચાઈ પર લઈ જવાનો છે. અહીંના ફર્ટીલાઈઝર પ્લાન્ટ જેવા પ્રોજેક્ટ ભારતની વિકાસનું મુખ્ય કેન્દ્ર છે. આ પ્લાન્ટ અત્યાધુનિક ટેકનિકનો ઉપયોગ કરશે. અમારી સરકારે જનધન ખાતાઓની શરૂઆત કરી છે. તેનાથી મોટી સંખ્યામાં અનેક લોકોને ફાયદો થયો છે. અમારી સરકાર એ સુનિશ્ચિત કરી રહી છે કે, દિલ્હીથી મોકલવામાં આવેલ રૂપિયા 100 ટકા લાભાર્થીઓના ખાતામાં પહોંચી જાય. વચ્ચે કોઈ પણ વચેટિયા ન હોય. વચેટિયાઓ પહેલા એક રૂપિયાના 15 પૈસા કરી દેતા હતા. 

પીએમ મોદીએ કહ્યું કે ગત સરકારોએ બંધ પડેલા કારખાનોને ફરીથી શરૂ કરવા માટે કઈં કર્યુ નથી. અમારી સરકાર બનતા જ આ ખાતરના કારખાનાઓને ખોલવા માટે દરેક શક્ય કોશિશ કરી. જેનું પરિણામ છે કે આજે આ આધારશિલા રખાઈ. 

અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના પ્રવાસ અંતર્ગત ભુવનેશ્વર પહોંચ્યાં હતાં. અહીં મુખ્યમંત્રી નવીન પટનાયકે પીએમ મોદીનું એરપોર્ટ પર સ્વાગત કર્યુ હતું. એરપોર્ટથી નીકળીને પીએમ મોદી ઓડિશાના તાલચર પહોંચ્યાં. જ્યાં તેમણે આંગણવાડી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ ઓડિશામાં તાલચર ફર્ટિલાઈઝર પ્લાન્ટના પુર્નઉદ્ધાર કાર્ય શરૂ કરવાના અવસરે એક તખ્તીનું અનાવરણ કર્યું. 

અત્રે જણાવવાનું કે આ કોલસા ગેસથી ચાલનારો ભારતનો પહેલો ફર્ટિલાઈઝર પ્લાન્ટ હશે. ખાતર બનાવવા ઉપરાંત તે પ્લાન્ટ પ્રાકૃતિક ગેસનું પણ ઉત્પાદન કરશે જે દેશની ઉર્જાની જરૂરિયાતોને પૂરી કરવામાં યોગદાન આપશે. ત્યારબાદ મોદી એક એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા માટે ઝારસુગુડા જશે. 

છત્તીસગઢના જાંજગીર ચાંપા જિલ્લાની લેશે મુલાકાત
ત્યારબાદ પીએમ મોદી આજે બપોરે 3.20 મિનિટ પર છત્તીસગઢના જાંજગીર ચાંપા જિલ્લાની મુલાકાતે જશે. ત્યાં પરંપરાગત હેન્ડલૂમ અને કૃષિ પર એક પ્રદર્શની જોવા જશે. તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સ અને પેંડ્રા-અનુપપુર ત્રીજી રેલ લાઈનનો શિલાન્યાસ કરશે. 

અધિકૃત સૂત્રોએ શુક્રવારે રાયપુરમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢના સંક્ષિપ્ત પ્રવાસ દરમિયાન શનિવારે 22 સપ્ટેમ્બરના રોજ જિલ્લા મુખ્યાલય જાંજગીરમાં રાજ્ય સરકારની અટલ વિકાસ યાત્રા હેઠળ આયોજિત ખેડૂતોના સંમેલનને સંબોધિત કરશે. આ અવસરે છત્તીસગઢની જનતાને લગભગ 3 હજાર 305 કરોડ રૂપિયાના રોડ અને રેલ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. મોદીજી લગભગ સાડા 3 વર્ષમાં છઠ્ઠીવાર છત્તીસગઢના પ્રવાસે જશે. 

LIVE: ओडिशा के तालचर में पीएम मोदी ने रखी फर्टिलाइजर प्'€à¤²à¤¾à¤‚ट की आधारशिला

જાંજગીરમાં અનેક પ્રોજેક્ટ્સનો કરશે શિલાન્યાસ
અધિકારીઓએ જણાવ્યું કે મોદી જાંજગીરમાં 1607 કરોડની બિલાસપુર-પથરાળી ફોર લેન રસ્તા અને 1697 કરોડ 79 લાખ રૂપિયાની બિલાસપુર-અનુપપુર ત્રીજી રેલ લાઈન પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. 

બિલાસપુર-પથરાપાળી રોડ પ્રોજેક્ટનું નિર્માણ કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા કરવામાં આવશે. જ્યારે દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર-અનુપપુર ખંડની ત્રીજી લાઈનના નિર્માણથી છત્તીસગઢના બિલાસપુરથી મધ્ય પ્રદેશના જિલ્લા મુખ્યાલય અનુપપુર સુધી રેલ વ્યવહાર ખુબ સુગમ બનશે. 

તેના નિર્માણમાં એક હજાર 696 કરોડ 79 લાખ રૂપિયા ખર્ચ થશે. આ નવા રેલમાર્ગની  લંબાધ 152 કિમી હશે જેમાંથી 119.55 કિલોમીટરનો ભાગ છત્તીસગઢમાં અને લગભગ 32.45 કિમીનો ભાગ મધ્ય પ્રદેશમાં હશે. 

અધિકારીઓએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાંજગીરના કાર્યક્રમમાં મુખ્યમંત્રી રમણ સિંહ, કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ વિકાસ મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય રાજ્યકક્ષાના સ્ટીલ મંત્રી વિષ્ણુદેવ સાય, છત્તીસગઢ વિધાનસભાના અધ્યક્ષ ગૌરીશંકર અગ્રવાલ સહિત છત્તીસગઢ સરકારના તમામ મંત્રીઓ ઉપસ્થિત રહેશે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી રમણ સિંહે પ્રવાસ બદલ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. 

અધિકારીઓએ જણાવ્યું કે મોદી સાંજે 4.50 વાગે જાંજગીર-ચાંપાથી રવાના થઈને 5.40 વાગે રાયપુરના સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પહોંચશે. અને 5.45 વાગે નવી દિલ્હી જવા રવાના થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news