યૂપી અને બિહારમાં 3 લોકસભાની સીટો માટે 11 માર્ચે યોજાશે પેટાચૂંટણી, 14 માર્ચે પરિણામ: ચૂંટણી કમિશન

ચૂંટણી કમિશને એક નિવેદનમાં કહ્યું કે આરજેડી સાંસદ મોહમંદ તસ્લીમુદ્દીનના નિધન બાદ ખાલી થયેલી બિહારની અરસિયા લોકસભા સીટ માટે પણ પેટાચૂંટણી 11 માર્ચે જ થશે.

Dushyant karnal Dushyant karnal | Updated: Feb 9, 2018, 06:56 PM IST
યૂપી અને બિહારમાં 3 લોકસભાની સીટો માટે 11 માર્ચે યોજાશે પેટાચૂંટણી, 14 માર્ચે પરિણામ: ચૂંટણી કમિશન

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની ગોરખપુર અને ફૂલપુર લોકસભા સીટો માટે 11 માર્ચે પેટાચૂંટણી કરાવવામાં આવે. ચૂંટણી પંચે શુક્રવારે આ જાહેરાત કરી. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને કેશવ પ્રસાદ મૌર્યને ઉપમુખ્યમંત્રી બન્યા બાદ આ સીટો ખાલી થઇ હતી. ઉત્તર પ્રદેશની પેટાચૂંટણી આદિત્યનાથ માટે પરીક્ષા સાબિત થશે, કારણ કે તેમને તેમની સરકારની લોકપ્રિયતા સાથે જોડીને જોવામાં આવી રહી છે.  

નીતીશ કુમારે ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ રાજ્યમાં આ પ્રથમ પેટાચૂંટણી યોજાશે 
ચૂંટણી પંચે એક નિવેદનમાં કહ્યું કે આરજેડી સાંસદ મોહમંદ તસ્લીમુદ્દીનના નિધન બાદ ખાલી થયેલી બિહારની અરસિયા લોકસભા સીટ માટે પેટાચૂંટણી 11 માર્ચે જ યોજાશે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ રાજ્યમાં આ પ્રથમ પેટાચૂંટણી યોજાશે, જેથી તેનું મહત્વ વધી ગયું છે. આ પેટાચૂંટણીને આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ માટે પ્રતિષ્ઠાના પ્રશ્ન તરીકે જોવામાં આવી રહ્યો છે, કારણ કે ચારા કૌભાડમાં સજા સંભળાવ્યા બાદ તેમના રાજકીય ભવિષ્ય પર સવાલ ઉદભવી રહ્યાં છે. આરજેડીએ 'મોદી લહેર' હોવાછતાં 2014 લોકસભાની ચૂંટણી આ સીટ જીતી હતી. 

મતદાન 11 માર્ચે અને મતગણતરી 14 માર્ચે થશે
ત્રણેય પેટાચૂંટણીની સૂચના 13 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે, જેથી ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 20 ફેબ્રુઆરી રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 21 ફેબ્રુઆરીએ કરવામાં આવશે અને 23 ફેબ્રુઆરી સુધી ઉમેદવાર પોતાનું નામ પરત લઇ શકશે. ચૂંટણી પંચે કહ્યું કે મતદાન 11 માર્ચે અને મતગણતરી 14 માર્ચે થશે. 

યોગી સીએમ અને મૌર્ય ડે.સીએમ બન્યા બાદ બંને સીટો ખાલી થઇ હતી 
ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં ચૂંટાયા બાદ યોગી આદિત્યનાથ અને કેશવ પ્રસાદ મૌર્યએ ગત વર્ષે ડિસેમ્બરમાં લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. આદિત્યનાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને મૌર્ય ઉપમુખ્યમંત્રી છે. દિનેશ શર્મા બીજા ઉપમુખ્યમંત્રી છે. એ વાતની અટકળો લગાવવામાં આવી રહી છે કે ગત વર્ષે રાજ્યસભામાંથી રાજીનામું આપનાર બસપા પ્રમુખ માયાવતી ફૂલપુર પેટાચૂંટણીમાં મેદાનમાં આવી શકે છે, પરંતુ પાર્ટી દ્વારા હજુ સુધી આ વિશે સત્તાવાર કહેવામાં આવ્યું નથી.