મહારાષ્ટ્ર: ATSના દરોડા, મુંબઇ બાદ પુણેમાંથી શંકાસ્પદની ધરપકડ

વૈભવ રાઉત નામના વ્યક્તિની દરપકડ બાદ એટીએસ દ્વારા પુણેમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી

Updated: Aug 10, 2018, 05:58 PM IST
મહારાષ્ટ્ર: ATSના દરોડા, મુંબઇ બાદ પુણેમાંથી શંકાસ્પદની ધરપકડ

મુંબઇ : મહારાષ્ટ્રમાં એક સાથે અનેક સ્થળો પર એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ગુરૂવારે મોડી રાત્રે પાલઘરના નાલાસોપારા વિસ્તારમાં વૈભવ રાઉતની ધરપકડ બાદ એટીએસએ શુક્રવારે પુણેથી એક શંકાસ્પદની અટકાયત કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શુક્રવારે બપોરે આશરે 3 વાગ્યે એટીએસએ પુણેમાંથઈ એક શંકાસ્પદ વ્યકતિની પુછપરછ કરીને તેની ધરપકડ કરી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઇ પાસે રહેલા પાલઘરના નાલાસોપારા પશ્ચિમ ખાતે ભંડાર અલી વિસ્તારમાં ગુરૂવારે મોડી સાંજે એટીએસ વૈભવ રાઉતના ઘર અને નજીકની દુકાનમાં દરોડા પાડીને મોટા પ્રમાણમાં જીવતા બોમ્બ અને બોમ્બ બનાવવાનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાઉત સનાતન સંસ્થાના પદાધિકારી છે. તેઓ હિંદુ ગૌવંશ રક્ષા સમિતી માટે કામ કરે છે. 

રાઉતની ધરપકડ બાદ મહારાષ્ટ્ર હિંદુ જાગૃતિ સમિતીના રાજ્ય સંગઠકસુનીલ ઘનવટે જણાવ્યું કે, રાઉત હિંદુ ગૌવંશ રક્ષા સમિતી માટે કામ કરે છે. બીજી તરફ ભંડાર અલી વિસ્તારમાં રહેનારા લોકો રાઉને એક સારો વ્યક્તિ માને છે. તેમણે આ વાતનો અંદાજ નહોતો કે તેમના પાડોશમાં રહેનારો આ વ્યક્તિ પોતાનાં ઘરમાં મોતનો સામાન એકત્ર કરી રહ્યા છે. 

એટીએસ સુત્રો અનુસાર છેલ્લા થોડા દિવસોથી તેઓ સતત વૈભવ રાઉતને ટ્રેક કરી રહ્યા હતા. શંકા પુરતી હોવા અંગે ગુરૂવારે સાંજે કાર્યવાહી કરવામાં આવી. વૈભવની અટકાયત કરીને પુછપરછ ચાલી રહી છે. પોલીસ અધિકારી અનુસાર વિસ્ફોટક અંગે માહિતી મળ્યા બાદ મહારાષ્ટ્ર એટીએસ અને પાલઘર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટના પર પહોંચ્યા અને સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું હતું. 

એટીએસ સુત્રો અનુસાર વૈભવ રાઉતના ઘરેથી 8 દેસી બોમ્બ મળી આવ્યા છે, જ્યારે ઘરથી દુર હાજર દુકાનમાં બોમ્બ બનાવવાની સામગ્રી મળી છે. તેમાં ગન પાઉડર અને ડેટોનેટરનો સમાવેશ થાય છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close