ભાજપ માટે આવ્યાં મોટા સમાચાર, મહારાષ્ટ્રમાં નગર પંચાયતની ચૂંટણીઓમાં છવાયો કેસરિયો

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાંથી ભાજપ માટે સારા સમાચાર આવ્યાં છે.

ભાજપ માટે આવ્યાં મોટા સમાચાર, મહારાષ્ટ્રમાં નગર પંચાયતની ચૂંટણીઓમાં છવાયો કેસરિયો

નવી દિલ્હી: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાંથી ભાજપ માટે સારા સમાચાર આવ્યાં છે. રાજ્યમાં થયેલી નગર પંચાયતની ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત મેળવી છે. મહારાષ્ટ્રના ખાનદેશ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભાજપનો કેસરિયો છવાઈ ગયો. દેવરુખમાં ભાજપનો ઝંડો લહેરાયો. દેવરુખ નગર પંચાયત ભાજપે શિવસેના પાસેથી પડાવી. જ્યારે ગુહાગર નગરપાલિકામાં એનસીપીને મોટો ઝટકો લાગ્યો. જો કે કોંકણમાં કનકવલી નગર પંચાયતમાં નારાયણ રાણેની મહારાષ્ટ્ર સ્વાભિમાન પાર્ટીએ જીત મેળવી છે. અહીં નારાયણ રાણેએ પોતાના જ સહયોગી દળ ભાજપને પાછળ છોડીને જીત મેળવી.

અહીં નગર પંચાયત ચૂંટણીમાં શહેર વિકાસ આઘાડીને સફળતા મળી છે. જ્યારે ખાનદેશના જામનેરમાં નગરપાલિકા ભાજપના ફાળે ગઈ છે. કોલ્હાપુરના આજરા નગર પંચાયત પર ભાજપના સમર્થનથી બનેલી આજરા વિકાસ આઘાડીએ જીત મેળવી છે. આજરા નગર પંચાયતની 127 બેઠકોમાંથી 9 પર ભાજપ સમર્થિત આજરા વિકાસ આઘાડીએ જીત મેળવીને નગર પંચાયત મેળવી. જામનેરમાં ભાજપમાં તો પાર્ટીના તમામ 24 ઉમેદવારોએ જીત મેળવી. અહીં વિપક્ષ ખાતુ પણ ખોલાવી શક્યો નહીં. બીજી બાજુ કનકવલીમાં 17 બેઠકોમાંથી 10 પર નારાયણ રાણેની પાર્ટી જીતી અને નગરાધ્યક્ષનું પદ પણ નારાયણ રાણેની પાર્ટીને મળ્યું.

ગુજરાતમાં પણ મેળવી હતી જીત
અત્રે જણાવવાનું કે ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં નગર નિગમની ચૂંટણીઓમાં ભાજપે જીત મેળવી હ તી. ગુજરાતની 75 નગરપાલિકાઓ માટે  થયેલા મતદાનના પરિણામોમાં ભાજપે 75માંથી 43 નગરપાલિકામાં જીત મેળવી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news