KCR અને મમતા બેનર્જીની મુલાકાત, ભાજપ-કોંગ્રેસ વિરુદ્ધ ઉભો કરશે ક્ષેત્રિય મોર્ચો

 KCR અને મમતા બેનર્જીની મુલાકાત, ભાજપ-કોંગ્રેસ વિરુદ્ધ ઉભો કરશે ક્ષેત્રિય મોર્ચો

કોલકત્તાઃ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ગેર ભાજપ અને ગેર કોંગ્રેસ પક્ષોને લઈને ક્ષેત્રિય મોર્ચો બનાવવાના ઉપાય શોધવાની પ્રક્રિયા શરૂ કરતા તેલંગણાના મુખ્યપ્રધાન તથા તેલંગણા રાષ્ટ્ર સમિતિના પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ (કેસીઆર)એ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે સોમવારે મુલાકાત કરી. આ ઘટનાક્રમને ટીઆરએસના નેતાએ પૂરી પ્રક્રિયાની શરૂઆત ગણાવી હતી. 

ભાજપ-કોંગ્રેસ વિરુદ્ધ ગઠબંધન
બેઠક બાદ સંવાદદાતાઓ સાથે વાતચીતમાં કેસીઆરે કહ્યું કે ક્ષેત્રિય મોર્ચો બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અમે હવે સમાન વિચારોવાળા પક્ષો સાથે વાતચીત કરીશું. અમારી આ વિશે સાર્થક ચર્ચા થઈ. અમે કોંગ્રેસ અને ભાજપની વિરુદ્ધ વિકલ્પ તૈયાર કરવા માટે તમામ સમાન વિચારોવાલા પક્ષોની પાથે વાતચીત કરશું. 

— ANI (@ANI) March 19, 2018

— ANI (@ANI) March 19, 2018

તેમણે કહ્યું કે, દેશને કંઇક સારાની જરૂરીયાત છે. તેને ચમત્કારની જરૂર છે. જો ભાજપ જાય અને કોંગ્રેસ આવે તો શું ચમત્કાર થશે. તેમણે દેશમાં વૈકલ્પિક એજન્ડા અને વૈકલ્પિક રાજનીતિક શક્તિની આવશ્યકતા પર ભાર આપ્યો. તેમને પૂછવામાં આવ્યું કે, આ પ્રસ્તાવિત મોર્ચાનું નેતૃત્વ કોણ કરશે તો તેમણે કહ્યું કે, તેનું સામુહિક નેતૃત્વ થશે. રાવે કહ્યું કે, ક્ષેત્રિય મોર્યો જનતાનો મોર્યો હશે. 

મમતા બેનર્જીએ મિલાવ્યો હાથ
મમતા બેનર્જીએ કહ્યું કે, વ્યાપક આધારવાળા મોર્ચા માટે વાતચીત શરૂ થઈ ગઈ છે અને ઉતાવલની કોઈ જરૂરીયાત નથી. તેમણે કહ્યું કે, લોકતંત્રમાં તેવી સ્થિતિ આવે છે ત્યારે તમામ પક્ષોએ સાથે મળીને કામ કરવાની જરૂરીયાત હોય છે. તેમણે કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે કોઈ ખાસ પાર્ટી રાજ કરે અને તે જે ઈચ્છે તે કરે. દરેક રાજનીતિક પાર્ટીની એક ઓળખ છે. કોઈએ પણ પોતાની ઓળખ પર અહંકાર ન કરવો જીઓએ. દરેક રાજકીય પાર્ટી પોતાની ક્ષેત્રિય શક્તિ, તેની રાષ્ટ્રીય તાકાત અને તમામે એકબીજાનું સન્માન કરવું જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news