સરકાર જાણવા ઈચ્છે છે કે બેડરૂમમાં લોકો કયો ટીવી શો જોઈ રહી છેઃ કોંગ્રેસ

કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાની હવે જાણવા ઈચ્છે છે કે પોતાના બેડરૂમમાં ચાર દિવાલોની વચ્ચે લોકો કયો કાર્યક્રમ જોઈ છે.   

Dhaval Gokani Dhaval Gokani | Updated: Apr 17, 2018, 09:37 AM IST
 સરકાર જાણવા ઈચ્છે છે કે બેડરૂમમાં લોકો કયો ટીવી શો જોઈ રહી છેઃ કોંગ્રેસ
ફાઇલ ફોટો

નવી દિલ્હીઃ કોંગ્રેસે દર્શકોની સંખ્યા જાણવા માટે ટેલીવિઝન સેટ ટોપ બોક્સમાં ચિપ લગાવવાના મોદી સરકારના પ્રસ્તાવ પર હુમલો કરતા નિજતાનું ઉલ્લંઘન અને ધ્યાન રાખવાનું આગામી પગલું જણાવ્યું. કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે, સૂચના અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઇરાની હવે જાણવા ઈચ્છે છે કે બેડરૂમમાં ચાર દિવાલો વચ્ચે લોકો ક્યો કાર્યક્રમ જુએ છે. 

સુરજેવાલાનું ભાજપ પર નિશાન
ટ્વીટર પોસ્ટરમાં સુરજેવાલાએ મોદી સરકારને મોનીટરીંગ સરકાર ગણાવી, જેણે જનતાના અધિકારને તબાહ કરી દીધા છે. તેણે ટ્વીટ કર્યું, 'બ્રેકિંગ ! ભાજપના મોનીટરીંગનું આગામી ચરણ ઉજાગર. નિજતાનું ખુલ્લેઆમ ભંગ કરતા સ્મૃતિ ઇરાની જાણવા ઈચ્છે છે કે બેડરૂમની ચારદિવાલો વચ્ચે તમે ક્યો શો જોઈ રહ્યાં છે.' અબકી બાર સર્વિલાન્સ (મોનીટરીંગ) સરકાર. તેણે ટ્વીટ કહ્યું, નિજતાનો અધિકાર નષ્ટ થઈ ગયો છે. 

સરકારનો નવો ટેલીવિઝન સેટ ટોપ બોક્સમાં ચિપ લગાવવાનો પ્રસ્તાવ
સૂચના તથા પ્રસારણ મંત્રાલયે નવા ટેલીવિઝન સેટ ટોપ બોક્સમાં ચિપ લગાવવાનો પ્રસ્તાવ આવ્યો છે. આ જોવામાં આવતી ચેનલો અને કેટલા સમય સુધી ચેનલ જોવામાં આવી તે વિશે આંડકા આપશે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ પગલાનો ઈરાદો ચેનલ માટે દર્શકોની વધુ વાસ્તવિક સંખ્યાને જાણવાનો છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close