ગમે તેવા મુદ્દાઓ પર બેજવાબદાર નિવેદનો આપી મીડિયાને મસાલો ન આપવા PMમોદીની સલાહ

પાર્ટીનો નેતા કે કાર્યકર્તા જ્યારે બોલે છે ત્યારે જ મીડિયા દેખાડે છે, માટે બિનજરૂરી ટીપ્પણીઓ કરવાથી દૂર રહેવું જોઇએ

ગમે તેવા મુદ્દાઓ પર બેજવાબદાર નિવેદનો આપી મીડિયાને મસાલો ન આપવા PMમોદીની સલાહ

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ ભાજપને સમાજનાં પછાત તબક્કાને મળેલા સમર્થનને રવિવારે ઉલ્લેખીત કર્યો અને કહ્યું કે, ઓબીસી, દલિત અને આદિવાસી સમુહ થકી સૌથી વધારે ચૂંટાયેલા સાંસદો છે. તેમણે કહ્યું કે, તેની પહોંચ ખાસ વર્ગ, શહેરી કેન્દ્રો અથવા ઉત્તર ભારત સુધી સીમિત નથી. મોદીએ પાર્ટી નેતાઓને કહ્યું કે, બિનજવાબદારીવાળા નિવેદનો નહી આપવા માટેની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, ભાજપને જનતાનું સમર્થન મળ્યું છે તો સાથે સાથે જવાબદારી પણ વધી છે.

મોબાઇલ એપ્લીકેશન મારફતે પાર્ટી સાંસદો, ધારાસભ્યો અને અન્ય પ્રતિનિધિઓ સાથે વાતચીત દરમિયાન તેમનું આ નિવેદન સામે આવ્યું. દલિતોનાં મુદ્દે વિપક્ષી દળોનો વિરોધ વચ્ચે તેમનું નિવેદન ખુબ જ મહત્વનું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પાર્ટીએ ગ્રામીણ લોકોનું દિલ જીત્યું અને સાથે જ ઝારખંડમાં સ્થાનિક એકમની ચૂંટણીમાં પાર્ટીની જીતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

— ANI (@ANI) April 22, 2018

સાંસદો અને ધારાસભ્યોને કહ્યું કે, તેઓ સંકલ્પ લે કે પોતાનાં ક્ષેત્રમાં રહેલા ગામની ચાર પાંચ સમસ્યાઓનો ઉકેલ લાવશે. તેમણે કહ્યું કે, 14 એપ્રીલ અને પાંચ મે વચ્ચે ચાલી રહેલ ગ્રામ સ્વરાજ અભિયાન માટે પણ કેટલાક નિર્દેશો આપ્યા હતા. મોદીએ કહ્યુ કે, કોંગ્રેસની ભુલોનાં કારણે ભાજપ સત્તામાં નથી આવી પરંતુ તે હંમેશા લોકો સાથે જોડાયેલી રહી છે અને હવે તેનું કામ સામાન્ય માણસની સમસ્યાઓનો ઉકેલ લાવવાનું છે. 

મોદીએ કહ્યું કે, ભાજપ અંગે વિચાર કરૂ છું તો તે નિશ્ચિત વર્ગ અને શહેરી કેન્દ્રો અથવા ઉત્તર ભારતની પાર્ટી છે પરંતુ આ વિચાર બદલી ચુક્યો છે અને ભાજપ તમામ સંપર્ક અને સમગ્ર સંગઠન સ્વરૂપે ઉભરી છે. પાર્ટીએ નિવેદન આપીને કહ્યુ કે,સમાજનાં તમામ વર્ગોમાં આપણો જનાધાર વધી રહ્યો છે અને આપણી સૌથી મોટી મુડી તે જ છે. 

મોદીએ પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને કહ્યું કે, ગામની જીવન શૈલી અને આજીવિકાનાં સ્ત્રોત બદલ્યા છે. તેમની સરકાર સ્વરોજગાર વધારવાને મહત્વ આપી રહી છે. મોદીએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યુ કે, ગામમાં સૌહાર્દ વધારે અને ગરીબો, ખેડૂતો, દલિતો અને આદિવાસીઓનાં વિકાસ માટે કામ કરો. ક્યારેક ક્યારેક આપણા કાર્યકર્તાઓ મીડિયાને દોષી ઠેરવે છે પરંતુ શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે તેઓ જ ભુલ કરીને મીડિયાને મસાલો આપે છે. મુદ્દો કોઇ પણ હોય આપણે બોલવાનું ચાલુ કરી દઇએ છીએ, જ્યા સુધી આપણે કેમેરામાં બોલતા ઝડપાઇન જઇએ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news