CBSEએ કહ્યું, બાળકોને Momo challengeથી દૂર રાખો

ભારતમાં મોમો ચેલેન્જથી મોતનો કોઈ કિસ્સો સામે આવ્યો નથી. બોર્ડે ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રસાર મંત્રાલયને મોમો ચેલેન્જ ગેમથી પોતાના બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તે માટે એડવાઈઝરી જાહેર કરી છે. 

CBSEએ કહ્યું, બાળકોને Momo challengeથી દૂર રાખો

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ ઓનલાઈન ગેમ મોમો ચેલેન્જની સામે સાવધાની રાખવા માટે સ્કૂલને એડવાઈઝરી જાહેર કરી છે. બ્લ્યૂ વ્હેલ ચેલેન્જની જેમ મોમો ચેલેન્જ ગેમ રમનારા લોકો અંતમાં આત્મહત્યા કરી લે છે. બ્લ્યૂ વ્હેલ ચેલેન્જે ગત વર્ષે અનેક લોકોના જીવ લીધા હતા. મોમો ચેલન્જ પણ આર્જેન્ટિનામાં પોતાનો શિકાર બનાવી ચૂકી છે. જોકે, ભારતમાં મોમો ચેલેન્જથી મોતનો કોઈ કિસ્સો સામે આવ્યો નથી. બોર્ડે ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રસાર મંત્રાલયને મોમો ચેલેન્જ ગેમથી પોતાના બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તે માટે એડવાઈઝરી જાહેર કરી છે. મોમો ચેલન્જ ગેમમાં લોકોને અજાણ્યા નંબરો પરથી વાતચીત કરવાનો ચેલેન્જ આપવામાં આવે છે. આ ગેમમાં અનેક પ્રકારના ચેલેન્જ હોય છે, જે બહુ જ હાનિકારક હોય છે અને અંતમાં તેઓ વ્યક્તિને આત્મહત્યા કરવા પ્રેરિત કરે છે. 

સીબીએસઈએ 19 સપ્ટેમ્બરના રોજ લખેલા એક પત્રમાં કહ્યું કે, મોમો ચેલેન્જ વોટ્સએપ પર અજાણ્યા લોકો સાથે સંપર્ક કરવા માટે બાળકો, કિશોરો અને અન્ય લોકોને પ્રેરિત કરે છે. સંપર્ક સ્થાપિત કર્યા બાદ ડરાવની જાપાની ઢીંગલીની તસવીર સંપર્કમાં દેખાય છે. ગેમનો કન્ટ્રોલર વિવિધ ચેલેન્જિસ આપીને પ્લેયર્સને પ્રોત્સાહિત કરે છે, અને ગેમ રમનારા લોકોને હિંસક તસવીરો, ઓડિયો  અને વીડિયોની સાથે ધમકી આપવામાં આવે છે. 

સાઈબર સુરક્ષા એક્સપર્ટ રક્ષિત ટંડનનું કહેવું છે કે, જ્યાં સુધી તમારા બાળકોને મોમો ગેમ વિશે ખબર નથી ત્યાં સુધી તેની ચર્ચા ન કરો. આવું કરીને તમે આ અવસરને પ્રોત્સાહિત કરે છો, કે તમારું બાળક તે ગેમને ઓનલાઈન શોધે. તમારા બાળકોની ઓનલાઈન અને સોશિયલ મીડિયા ગતિવિધિઓ પર નજર રાખો. 

શું છે મોમો ચેલેન્જ

  •  સૌથી પહેલા યુઝરને ઓનલાઈન નંબર મળે છે, જેને સેવ કરીને Hi-Hello કરવાનો ચેલેન્જ આપવામાં આવે છે.
  •  પછી તેને અજાણ્યા નંબર પર વાત કરવાની ચેલેન્જ આપવામાં આવે છે.
  •  Hi-Hello કરતા જ તે સંદિગ્ધ નંબરથી યુઝરને ડરાવની તસવીરો અને વીડિયો ક્લિપ્સ આવવાની શરૂઆત થવા લાગે છે.
  •  પછી યુઝરને કેટલાક કામ આપવામાં આવે છે, જેને પૂરુ ન કરવા પર યુઝરને ધમકાવવામાં આવે છે.
  •  ધમકીથી ડરીને યુઝર આત્મહત્યા કરવા પર મજબૂર થઈ જાય છે. 

મીડિયા રિપોર્ટસ અનુસાર, આર્જેન્ટિનામાં ગત સપ્તાહમાં એક 12 વર્ષની બાળકીએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે પોતાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. પોલીસને શંકા છે કે, તેને આવું કરવા માટે પ્રોત્સાહિત કરાઈ હતી. પોલીસનું કહેવું છે કે, બાળકીના મોબાઈલને હેક કરવામાં આવ્યો હતો, અને બાળકી તથા એ યુવકની વચ્ચે જે પણ ચેટ થઈ તેને કાઢવામાં આવી રહી છે. વર્ષ 2016માં બ્લ્યૂ વ્હેલ ગેમે આખી દુનિયામાં આતંક ફેલાવી દીધો હતો. આ ગેમના ચક્કરમાં ફસાઈને અનેક બાળકોએ જીવ ગુમાવ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news