શિવરાજ સિંહ ચૌહાણના કોંગ્રેસી નેતા પર પ્રહાર, કહ્યું- 'જ્યાં સુધી રહેશે દિગ્ગી...'

સતત ચોથીવાર સત્તામાં આવવા માટે પ્રયત્નશીલ મામાના નામથી લોકપ્રિય એવા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજકાલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં તાબડતોબ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે.

શિવરાજ સિંહ ચૌહાણના કોંગ્રેસી નેતા પર પ્રહાર, કહ્યું- 'જ્યાં સુધી રહેશે દિગ્ગી...'

ભોપાલ: સતત ચોથીવાર સત્તામાં આવવા માટે પ્રયત્નશીલ મામાના નામથી લોકપ્રિય એવા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજકાલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં તાબડતોબ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. આ દરમિયાન તેઓ હેલિકોપ્ટરની અંદર જ પોતાની ઊંઘ પૂરી કરી લે છે અને ઘરે બનાવેલું ભોજન કરી લે છે. જેથી કરીને વિશાળ પ્રદેશના દરેક ભાગને કવર કરી શકાય. 

રેલીઓમાં પ્રદેશના બાળકો-બાળકીઓ દ્વારા મામા-મામા કહેતા હોય તેના પર જવાબ આપતા શિવરાજ સિંહ ચૌહાણ તેમને કહે છે કે તમારા મામા તમારો ખ્યાલ રાખશે. આ ઉપરાંત તેઓ પોતાની રેલીમાં કોંગ્રેસ ઉપર પ્રહાર કરવાની પણ કોઈ તક જતી કરતા નથી. ભાજપ છેલ્લા 15 વર્ષથી મધ્ય પ્રદેશમાં સત્તામાં છે. 28 નવેમ્બરે થનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી સત્તા વાપસી માટે ભરપૂર પ્રયત્નો થઈ રહ્યાં છે. 

કોંગ્રેસ પર સાધ્યું નિશાન
દિગ્વિજય સિંહના નેતૃત્વમાં વર્ષ 1993થી 2003 સુધી રહેલા કોંગ્રેસના 10 વર્ષના શાસન તરફ ઈશારો કરતા ચૌહાણે શનિવારે જણાવ્યું કે "જબ તક રહેગા દિગ્ગી (મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ) તબ તક જલેગી ડિબ્બી". તેમણે આરોપ લગાવ્યો કે દિગ્વિજય સિંહના શાસનના જમાનામાં પ્રદેશની જનતાને લાગતુ હતું કે જ્યાં સુધી દિગ્વિજય સિંહ સત્તામાં રહેશે, ત્યાં સુધી તેમણે (જનતાએ) પોતાના ઘરમાં રાતમાં પ્રકાશ કરવા માટે કેરોસિનની ચિમનીઓ (લાલટેન) સળગાવવી પડશે. 

हिंदू धर्म मुगलों के काल में 500 वर्षों तक खतरे में नहीं था, हिंदू PM के रहते कैसे हो गया: दिग्विजय सिंह

ભાજપ મધ્ય પ્રદેશમાં સતત ચોથીવાર સત્તામાં આવવા માટે પ્રયત્નશીલ છે અને તે માટે ચૌહાણની છબી પર મોટાભાગે નિર્ભર છે. જ્યારે કોંગ્રેસના નેતાઓ એવું મહેસૂસ કરી રહ્યાં છે કે ચૌહાણ વિરુદ્ધ આ વખતે સત્તા વિરોધી લહેર છે. ચૌહાણ રાજ્યમાં નવેમ્બર 2005થી સત્તામાં છે અને મુખ્યમંત્રી છે. નીમચ જિલ્લાના જાવદ વિધાનસભા વિસ્તાર હેઠળ રતનગઢ જતી વખતે ચૌહાણે હેલિકોપ્ટરમાં કહ્યું કે કોંગ્રેસ છેલ્લા 15 વર્ષથી મધ્ય પ્રદેશમાં સત્તામાંથી બહાર છે. જ્યારે તેમને લાગે છે કે ચૌથીવાર સતત હું સત્તામાં આવી રહ્યો છું તો કોંગ્રેસના નેતાઓને ગુસ્સો આવવા લાગે છે તથા તેઓ મારા અને મારા પરિવારના સભ્યો પર નિરાધાર આરોપ લગાવવા લાગે છે. 

ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આમ જ કરી રહ્યાં છે અને તેમણે મારા પુત્ર સુદ્ધાને છોડ્યો નથી. તેનું નામ પનામા પેપર લીકમાં ઢસડ્યું. અત્રે જણાવવાનું કે પ્રદેશમાં 28 નવેમ્બરે થનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા ગઈ કાલે જ ચૂંટણી ઢંઢેરો દ્રષ્ટિપત્ર જાહેર કરાયો છે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news